રાહુલ વિદેશમાં ઉડાઉડ કરે છે, કંઈ રીતે ચાલશે?

મમતા દીદી પહેલી વાર રાહુલ અંગે બોલ્યા અને કરી ટિપ્પણી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના સુપ્રીમો મમતા બેનર્જી હાલમાં મહારાષ્ટ્રના પ્રવાસ પર છે અને મોટા નેતાઓ સાથે મુલાકાતો કરી રહ્યા છે. ત્યારે હવે ‘દીદી’એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આડેહાથ લીધા છે અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીના ગુપચુપ વિદેશ પ્રવાસો પર સવાલ ઉઠાવ્યા છે. એટલુ જ નહીં કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિપક્ષીની પાર્ટીઓની એક્તામાં રાહુલ ગાંધીનો શું રોલ હશે તેવો સવાલ કરવામાં આવ્યો ત્યારે મમતા બેનર્જીએ કટાક્ષ કરતાં કહ્યું કે જો કોઈ કશું કરે નહીં અને વિદેશોમાં રહે તો કઈ રીતે ચાલશે?

નોંધનીય છે કે હાલના દિવસોમાં જોવા મળ્યું છે કે મમતા બેનર્જી પ્રધાનમંત્રી મોદી સામે એક મોટા નેતાના રૂપમાં ઉભરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. મમતા બેનર્જી બંગાળની બહાર પોતાની પાર્ટીને 2024 માટે અત્યારથી તૈયાર કરી રહ્યા છે ત્યારે આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો શું મમતા બેનર્જી હવે તમામ વિરોધી પાર્ટીઓની નેતા બનશે કે શું? ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું તો નાની વર્કર છું, અને વર્કર જ બનવા માગું છું. જે વ્યક્તિને પોતાના પર ભરોસો હોય તો બધુ જ કરી શકે છે.

ઉલ્લેખનીય કે મમતા બેનર્જીએ મંગળવારે શિવસેનાનાં નેતા આદિત્ય ઠાકરે અને સંજય રાઉત સાથે મીટિંગ કરી હતી. દિવસમાં મમતા બેનર્જીએ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા હતા. શરદ પવાર સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી