રાહુલે કહ્યું- મોદીની આ વળી બીજી નોટબંધી..લોકો પરેશાન

“અંતમાં મોદીના માનીતા કેટલાક ઉદ્યોગપતિઓને ફાયદો થશે”

બિમાર પડેલા કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ફરીએરવાર મોદી સરકાર પર ટ્વીટરીયો હુમલો કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ એવા રાહુલ મોદી સરકારને સતત નિશાન પર લઈ રહ્યા છે. કોરોનાના કારણે વણસી રહેલી સ્થિતિને લઈ તેઓ સરકાર પર બરાબર રાજકિય પ્રહારો કરી રહ્યા છે અને અનેક મુદ્દે કેન્દ્રની રણનીતિ મામલે કટાક્ષ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ હવે કેન્દ્ર સરકારની વેક્સિન રણનીતિની તુલના નોટબંધી સાથે કરી દીધી છે.

તેમણે લોકોની સમસ્યાનો મુદ્દો ઉઠાવીને સરકારને આડેહાથ લીધી હતી.નોંધનીય છે કે મોદી સરકાર અઘાઉ નોટબંધી કરીને લોકોને લાઇનોમાં ઉભા રાખી દીધા હતા.

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, મોદી સરકાર વધી રહેલા કોરોના સંક્રમણનો દોષ પણ હરહંમેશની જેમ સામાન્ય લોકોના માથે ઢોળી રહી છે. સાથે જ તેમણે પલાયન કરી રહેલા મજૂરોના ખાતામાં સરકાર પૈસા નાખે તેવી માંગણી કરી હતી.

રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, કેન્દ્ર સરકારની વેક્સિન માટેની રણનીતિ નોટબંધીથી ઓછી નથી. સામાન્ય લોકો લાઈનોમાં લાગશે, ધન, સ્વાસ્થ્ય અને જીવનું નુકસાન સહન કરશે અને અંતમાં ફક્ત કેટલાક ઉદ્યોગપતિઓને ફાયદો થશે. રાહુલ ગાંધીએ અગાઉ પણ આ મુદ્દે સરકારને નિશાન પર લીધી હતી

 17 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર