રાહુલ-ભૂમિ, “ગરબે કી રાત” ગીત હેમંત ચૌહાણ ગાય તો કેવુ..?!

ગરબાના ગીતમાં અશ્લીલતાનો ઉમેરો યોગ્ય નથી..

સાધુ થઇને માતાજીનું આવુ વર્ણન કરવાનું..? પાપ લાગે પાપ..

બાંગ્લાદેશના મામલે ભારત સાવધાન રહે..ષડયંત્ર..

રાહુલ, માફી માંગવાથી થયેલી બદનામી દૂર થાય ખરી..?

“ગરબે કી રાત”માં બધુ અજાણતાંમાં જ થયું..બોલો..કેવો બચાવ

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ગરબે કી રાત. નવરાત્રિના ગરબા પૂરા થયા અને દશેરાએ રાવણ દહનની સાથે સાથે ગરમાગરમ ફાફડા અને ચોખ્ખા ઘીની એક હજાર રૂપિયે કિલોવાળી ગરમ ગરમ જલેબી અમદાવાદીઓ સહિત સૌ કોઇ ઝાપટી ગયા અને હવે દિવાળીમાં પર્યાવરણપ્રેમી ગ્રીન ગ્રીન ફટાકડાં ફૂટશે…ગરબે કી રાતનો એક અશ્લીલતા ફટાકડો પણ દિવાળી પહેલા ફૂટ્યો અને એવો ફૂટ્યો કે એ ફટાકડાં પર “ગરબે કી રાત” વાળાઓને બેસાડીને ફોડીએ તો ય ગુસ્સો ઠંડો ના થાય એવુ તેમણે કર્યું છે…

નામ છે ભૂમિ ત્રિવેદી અને રાહુલ વૈદ્ય. કદાજ પંજાબી આલ્મબમાંથી પ્રેરણા લઇને ગરબે કી રાત નામનું આલ્બમ રમતુ મૂક્યું. ગરબે કી રાત નામ હોય એટલે માતાજીની ભક્તિ અને આરાધના હશે એમ માનીને લોકોએ જોયું તો …તેમાં શું હતું..? માદક ડાન્સ…ઉત્તેજક દ્રશ્યો…આલબ્મની હિરોઇનનું ડ્રેસીંગ ગરબાને શોભે નહીં એવુ વાહિયાત અને લટકા-મટકા…અભદ્રતાથી ભરેલું…વિવાદ થયો તો રાહુલબાબાએ રાજકિય નેતાની અદાથી માફી માંગી અને કહ્યું- ગીતમાં જે માતાજીના નામને લઇને અજાણતાં ઠેસ પહોંચી છે, તે કોઇની ભાવના કે કોઇની ઠેસ પહોંચાડવાનો ઇરાદો નહોતો, આ ભૂલ અજાણતાંમાં થઇ છે. ગીતમાં હું ફેરફાર કરીશ…વગેરે વગેરે…

જબ્બર ખુલાસો છે હોં..કેટલુ ઠાવકાઇથી મસ્ત મસ્ત રીતે કહી દીધુ-અજાણતાંમાં થઇ ગયું…! આવુ કોઇ માને..? ભાઇ રાહુલ, તમે ગરબે કી રાતનું ગીત લખ્યું કે બીજાએ લખ્યું ત્યારે વાંચ્યુ તો હશે ને..ગીતના શુટીંગ વખતે તમે સદેહે હાજર હતા કે હોનુલુલુલુ…ગયા હતા..? હિરોઇનના લટકા મટકા અજાણતાંમાં થયા…? માદક દ્રશ્યો અજાણતાંમાં થયા..?તન સે તન મિલાયા…એ બધુ અજાણતાંમાં થયું..? બધુ અજાણતામાં થઇ ગયું..? શૂંટીંગ કરનાર કેમેરામેને અજાણતાંમાં કેમેરો ચલાવ્યો…કોરિયોગ્રાફરે પણ અજાણતાંમાં જ કામલીલા ટાઇપ ડાન્સ કરાવ્યો…! બધુ જ અજાણતામાં જ થયું..!!એટલે રાહુલ-ભૂમિનો ગુનો માફ..

છેલ્લાં કેટલાક સમયથી ધાર્મિક બાબતે જાણે કે હિન્દુઓની કસોટી લેવામાં આવી રહી હોય એમ નાટકના કલાકાર સિધ્ધાર્થ રાંદેરિયાએ પવિત્ર ગાયત્રીમંત્રની સાથે ચેડાં કરીને બિભત્સ કોમેડી દર્શાવી હતી…વાંધો લેવાયો અને ના…ના ..મારો એવો કોઇ ખરાબ ઇરાદો નહોતો…એમ કહીને છટકબારીમાંથી નિકળી જવુ અને એમને નિકળવા દેવું..વાત ભૂલાઇ ગઇ….કોઇ ધાર્મિક સંગઠનોએ રાંદેરિયાનો બહિષ્કાર કર્યો કે માફી મંગાવી…? માતાજીના ગરબાની સાથે અશ્ર્લિલતા દર્શાવનાર રાહુલે કહ્યું કે અજાણતામાં તયુ એટલે મામલો પૂરો. સ્વામિનારાયણના એક સંતની તાજેતરમાં ધોલાઇ થઇ. સંપ્રદાયમાં તેઓ ખબર નથી કે શું શિખ્યા હશે એ તો રામ જાણે પણ માતાજીના શરીરનું બિભત્સ વર્ણન જાહેર મંચ પરથી કર્યું….! અને તેની જાણ થતાં જાહેરમાં લોકોએ ધોલધપાટ કરી નાંખી…

આવી જ ધોલધપાટ બીજાઓ સાથે કેમ ના થઇ …? .અને થઇ હોત તો કહેવાતા સાધુની માતાજીના શરીરનું ખરાબ વર્ણન કરવાની હિંમત ના થાત..અને રાહુલ પણ ગરબે કી રાતમાં ખરાબ ખરાબ ના બતાવત… પણ કેટલાકને હિન્દુ ધર્મની ટીકા ટીપ્પણી કરવામાં કે પછી કોણ બોલનાર છે….એમ કહીને મન ફાવે તેમ વર્તવાની હિંમત કરે છે. અને માતાજીના ગરબાની સાથે છેડછાડ કરે છે,.. પવિત્ર ગાયત્રી મંત્રનો ઉપયોગ મન ફાવે તેમ ખરાબ રીતે કરે છે..સાધુ થઇને માતાજીના પાવન શરીરનું ખરાબ રીતે વર્તન કરવાની હિંમત કરે છે…તનિષ્કની એક જાહેરબરમાં એક હિન્દુ કન્યાને બિનહિન્દુ પરિવારમાં હિન્દુ તહેવાર મનાવતી બતાવી ત્યારે ભારે વિરોધ થયો અને એ જાહેરખબર બંધ કરી દેવી પડી. એ વિરોધ યોગ્ય હતો. પણ તેની સાથે સાથે રાંદેરિયા..રાહુલ વૈદ્ય અને સાધુનો પણ વિરોધ તો બનતા હૈ…

કેટલાકના મતે, આ એક ફેશન બની ગઇ છે….ગરબે કી રાત આલબમમાં જાણી જોઇને શરમજનક હરકતો દર્શાવવામાં આવી..એમ સમજીને કે, કોણ બોલશે…બોલશે તો દેખા જાયેગાં…માફી માંગી લઇશું- મેરા ઐસા કોઇ ઇરાદા નહીં હૈ…એમ કહીને બચી જવુ અને ત્યાં સુધીમાં ગરબો બદનામ થયો તેનું શું…?!

બાંગ્લાદેશમાં અચાનક હિન્દુઓને નિશાન બનાવીને દુર્ગાપૂજાના પંડાલમાં તોડફોડ કરીને કેટલાક હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. આપણાં કાશ્મીરમાં હિન્દુઓને નિશાન બનાવવમાં આવી રહ્યાં છે. આ બધુ અચાનક થઇ રહ્યું છે કે કોઇ મોટી સાજિશના ભાગરૂપે આ બધુ થઇ રહ્યું છે..? અફઘાનમાં તાલિબાનો ગુરૂદ્વારા ઘૂસી ગયા અને ભારતના શીખોને ધમકી આપી. કોઇ આંતરરાષ્ટ્રીય કાવતરૂ તો નથી ને..? ભારતને ચારે બાજુથી ઘેરવાની કોશિશ થઇ રહી હોય તેમ ચીન અડાગ થઇને પીછેહઠ કરતુ નથી. મ્યાનમારમાં સત્તાપલટો ચીનના ઇશારે થયું છે. મ્યાનમાર કાંઇ ભારતથી દૂર નથી. આવાજ દે કે હમે તુમ બુલા લો…એવુ જોરથી ગાઇએ તો સામે સંભળાય એટલે દૂર મ્યાનમાર આવેલુ છે..ભારત ચીનને શાંતિથી સમજાવે છે. સમજે તો ઠીક નહીંતર..

તો ગરબે કી રાતના રાહુલબાબા…હિન્દુઓ સહનશીલતામાં માને છે. પણ એ તેમની નબળાઇ નથી. માફી માંગવી હોય..સુધારો કરવો હોય તો આવતી નવરાત્રિ માટે ગીત બનાવો અને તેમાં ભક્તિરસના ગાયક કલાકાર હેમંત ચૌહાણના કંઠમાં ગીત ગવડાવશોને તો ગરબાના સેટ પર શૂટીંગ સમયે કોઇ લટક-મટક નહીં…તમામ સીધાસટ..અને સમગ્ર વાતાવરણ શુધ્ધ અને ભક્તિમય બની જશે..જય માતાજી…

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી