રાહુલ ભ્રમમાં ન રહે, ભાજપ દાયકાઓ સુધી તાકતવર બનીને રાજકારણમાં રહેશે…

બંગાળની ચૂંટણીઓ અંગે પીકે કરેલી ભવિષ્યવાણી સાચી પડી છે….

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાસ અને રાજકીય રણનીતીકાર પ્રશાંત કિશોરે આજે ગોવામાં આયોજિત કાર્યક્રમાં ભાજપ અંગે એવી ભવિષ્યવાણી કરતા રાહુલ ગાંધી ભ્રમમાં ન રહે કે ભાજપ માત્ર મોદી લહેર સુધી જ સત્તામાં રહેશે. ‘ભાજપ ભલે જીતે કે હારે, પરંતુ તે ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહેશે. જેવુ પહેલા કોંગ્રેસના 40 વર્ષ હતાં. ભાજપ ક્યાંય જવાનું નથી. લોકો ભલે મોદીને હટાવે, પણ બીજેપી હજી ક્યાંય જતી નથી. તમારે આગામી કેટલાક દાયકાઓ સુધી ભાજપનો સામનો કરવો પડશે. નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ભવિષ્યવાણી કરી હતી કે, ભાજપને બંગાળમાં સત્તા મળશે નહીં જે સાચી પડી હતી.

પ્રશાંત કિશોર આટલે જ ન અટક્યા, તેમણે આગળ કહ્યું, ‘રાહુલ ગાંધી સાથે આ સમસ્યા છે. સંભવતઃ, તેઓ માને છે કે લોકો મોદીને સત્તા પરથી હટાવે ત્યાં સુધી તે માત્ર સમયની વાત છે. એવું થવાનું નથી.’ પ્રશાંત કિશોરે કહ્યું, ‘જ્યાં સુધી તમે મોદીની તાકાત નહીં સમજો અને તેમની તાકાતનો સ્વીકાર નહીં કરો, ત્યાં સુધી તમે તેમનો સામનો કરી શકશો નહીં. હું જોઉં છું કે સમસ્યા એ છે કે લોકો મોદીની શક્તિઓને સમજવા માટે વધુ સમય નથી આપી રહ્યા, તેઓ સમજી નથી રહ્યા કે મોદી આટલા લોકપ્રિય કેવી રીતે થઈ રહ્યા છે.જો તમે આ જાણશો, તો જ તમે તેમનો સામનો કરી શકશો.’

કોંગ્રેસ પાર્ટી ભાજપ અને નરેન્દ્ર મોદીના ભવિષ્યને કેવી રીતે જુએ છે તેના પર કિશોરે કહ્યું, “તમે કોંગ્રેસના કોઈપણ નેતા પાસે જાઓ, તેઓ તમને કહેશે કે આ સમયની વાત છે, લોકો કંટાળી ગયા છે, સત્તા વિરોધી લહેર આવશે.” આવો અને લોકો મોદીને હટાવી દેશે. મને શંકા છે, તે થવાનું નથી.’ પ્રશાંત કિશોરે એક ઉદાહરણ પણ આપ્યું કે કેવી રીતે મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આટલો વધારો કર્યો અને તેમની સામે કોઈ મોટો જન આક્રોશ નથી.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી