કોંગ્રેસ ગરીબોને ઘર ચલાવવા આપશે પૈસા: રાહુલની ગેમ ચેન્જર યોજના

17મી લોકસભાની બેઠક ચૂંટણીઓ જાહેર થઇ ગઈ છે. ભાજપ કોંગ્રેસ સહીતના પક્ષો ઉમેદવારોની યાદી તૈયાર કરીને જાહેર કરવામાં વ્યસ્ત છે. ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટેલીગ્રાફ અખબારને આપેલી મુલાકાતમાં સ્પષ્ટ પણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ફરીથી સત્તામાં કોઈ કાળે આવવાની નથી. કેમકે 5 વર્ષ પહેલા મોદીએ આપેલા તમામ વચનો સરિઆમ નિષ્ફળ ગયા છે. ભારતના લોકો મોદીની રાષ્ટ્ર વાદના ઉનમાદની રમત જાણી ગયા છે. એટલું જ નહીં ભારતના લોકો મોદીને સત્તા સ્થાનેથી ઉખાડી ફેંકવા માટે તૈયાર છે. અને તેઓ મતદાનના દિવસની રાહ જોઈ રહ્યા છે. ચૂંટણીઓ પછી મોદી વડાપ્રધાન પદે નહીં હોય એ સામી દીવાલ પર લખાઈ ગયું છે.

આ અખબારને આપેલી ખાસ મુલાકાતમાં રાહુલે સપા અને બસપા તથા મમતા બેનર્જી સાથે ગઠબંધન કરવામાં કોંગ્રેસ કેમ નિષ્ફળ રહી તેના કારણો પણ આપ્યા અને તેનો સ્વીકાર પણ કર્યો છે. કયા આધારે ચૂંટણીઓ લડાશે તે અંગે તેમણે કહ્યું, મોદીએ જે વચનો આપ્યા હતા જેમકે- દરેકના ખાતામાં 15 લાખ, ડર વર્ષે 2 કરોડ રોજગારી, ખેડૂતોની આવક બમણી કરવી, 150 શહેરોને સ્માર્ત સીટી બનાવવા આ તમામ મોર્ચે મોદી નિષ્ફળ ગયા છે. આ વચનો પાળવાના તો દૂર તેના બદલે દેશની બંધારણીય સંસ્થાઓ જેમકે સુપ્રીમ કોર્ટ, CBI, RBI વગેરેને નબળી પાડવાની સાથે નોટબંધી જેવા ખોટા નિર્ણયો કરી દેશના અર્થતંત્રને પણ નબળું બનાવવાનો પ્રયાસ કર્યો છે. લોકો નોટ બંધીની કટોકટીને ભૂલ્યા નથી અને મતદાન કરતી વખતે મતદારો નોટબંધીની યાતનાઓ લાંબી-લાંબી લાઈનો યાદ કરીને કચકચાવીને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીને સત્તા પરિવર્તન કરશે.

ચોકીદાર ચોર હે અને મેં ભી ચોકીદાર એ અંગેના પ્રશ્નોના જવાબમાં રાહુલે દાખલા દલીલો સાથે કહ્યું કે, મોદીએ રાફેલ વિમાન સોદામાં દેશની સુરક્ષા સાથે સમજુતી કરી છે. એકતરફ ડીફેન્સના અધિકારીઓ ફ્રાંસની કંપની દસોલ્ટ સાથે વાત ચિત કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ PMO દ્વારા પણ સમાંતર મંત્રણા ચાલી રહી હતી જેમાં અનિલ અંબાણીને કામ સોંપીને લોકોની તિજોરી માંથી 30 હજાર કરોડ ચોરીને દેશના ચોકીદારે અંબાણીના ખિસ્સામાં 30 હજાર કરોડ નાખ્યા. તેમણે એ પણ કહ્યું કે, અનિલ અંબાણીની કંપની વિમાન બનાવવાનું કોઈ અનુભવ ધરાવતી નથી. હમણા જ અનિલ અંબાણીને જેલ જતા રોકવા તેમના ભાઈ મુકેશ અંબાણીએ 550 કરોડ આપ્યા. મોદીએ એવી વ્યક્તિને ડીફેન્સનું કામ આપ્યું કે જેને જેલમાં જતા રોકવામાં આવ્યા અથવા જેમને જેલમાં જવું પડે તેમ હતું. આ અંબાણીની બીઝનેસ સ્કિલ છે…!

મોદી કેમ હારશે તેના કારણોમાં એમ પણ કહ્યું કે, લોકોમાં રોષ, ગુસ્સો, હતાશા અને દુઃખ છે. અચ્છે દિન આયેંગે કહીને દેશના લોકોને મૂરખ બનાવવામાં આવ્યા છે. 5 વર્ષમાં કોઈ અચ્છે દિન આવ્યા નથી. નોટબંધી કરીને દેશના કરોડો ઈમાનદાર લોકોને સહન કરવું પડ્યું જયારે ધનિકોને તેમનું કાળું ધન સગેવગે કરવામાં મદદ કરી છે.

કોંગ્રેસની સરકાર આવશે તો મિનીમમ ઇનકમ ગેરંટી યોજના અમલમાં મુકશે. આખા વિશ્વમાં કોઈ દેશમાં આવી યોજના નથી. અમારી સરકાર રચાયા બાદ ભારતના સામાન્ય લોકોની લઘુત્તમ આવક જેમકે, 5 સભ્યોનો પરિવાર હોય તો તેના ગુજરાન માટે લઘુત્તમ કેટલા પૈસાની જરૂર પડે અને તેના આધારે એવા પરિવારોને દર મહીને તેમના ખાતામાં એટલી રકમ જમા થઇ જાય તો એ પરિવારને ત્યાર બાદ પોતાનું ઘર ચલાવવાનું કોઈ ચિંતા જ નહીં રહે. કેમકે દરેક પરિવારને સૌથી મોટી ચિંતા એક હોય છે કે તેનું ઘર ગુજરાન કઈ રીતે ચાલે. અમારી સરકાર ગરીબ અને સામાન્ય કરોડો પરિવારોની ઘર ચલાવવાની એ સમસ્યાનો ઉકેલ લાવશે. જેને મિનીમમ ઇનકમ ગેરંટી યોજના તરીકે ઓળખવામાં આવશે.

તેમણે એ પણ કહ્યું કે, લોકસભાની આ ચૂંટણીઓ સત્તા માટે નથી પરંતુ ભારતની આત્માની લડાઈ માટેની ચૂંટણીઓ છે. ભાજપ માટે એક જ સૂત્ર છે કે કોઈપણ રીતે, કોઈપણ ભોગે સત્તા મેળવો અને દેશની જનતાએ જોયું કે ગોવામાં અને અન્ય રાજ્યોમાં ભાજપે કઈ રીતે સત્તા મેળવી છે. આમ રાહુલ ગાંધીએ ચૂંટણી સંદર્ભે મુદ્દાઓ સ્પષ્ટ કાર્ય છે. મોદી સરકારને ઉખાડી ફેંકવાનો રાજકીય તખ્તો લોકોએ તૈયાર કરી નાખ્યો છે, તેઓ દાવો કરીને તેમણે ફરી ફરીને પૂછવામાં આવ્યું કે મોદી જીતે તો શું… તેના જવાબમાં રાહુલે ભાર પૂર્વક વારંવાર કહ્યું કે, મોદી કોઈકાળે જીતવાના નથી. લોકોને વારંવાર મૂરખ બનાવી શકાતા નથી.

 172 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી