અમદાવાદ : ખુલ્લા ખેતરમાં ચાલતા કુટણખાના પર દરોડો, 15 મહિલાઓની ધરપકડ

ગોતા-શીલજ હાઈવે પર મહિલાઓ બિભત્સ ઇશારા કરી પુરૂષોને રોકતી

શહેરના ગોતા, ભાડજ, શીલજ તથા ઓગણજ જવાના રોડ પરના ખુલ્લા ખેતરોમાં કેટલીક મહિલાઓ ઉભી રહીને દેહવ્યાપાર કરતી હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના પગલે ભાડજથી શીલજ જવાના રોડ પરના તમમા ખેતરો પાસે પોલીસે વોચ ગોઠવી ત્યારે કેટલીક મહિલાઓ બીભત્સ ઈશારા કરતી મળી આવતા પોલીસે 15 જેટલી મહિલાઓની ધરપકડ કરી છે.
 
શહેરમાં ચાલી રહેલા દેહવેપારને નાબૂદ કરવા માટે પોલીસ સઘન પેટ્રોલીંગ કરી રહી છે, દરમિયાન સોલા પોલીસને બાતમી મળી હતી કે, છેલ્લા ઘણા સમયથી ગોતાથી ઓગણજ, ભાડજ,શીલજ જવાના રોડ પર અવાવરું જગ્યાઓ પર આવેલ ખેતરો પાસે કેટલી ગેરકાયેદસર પ્રવૃતિ ચાલે છે અને કેટલીક મહિલાઓ આવા ખેતરોમાં જ કૂટણખાના ચલાવે છે. જેથી પોલીસની ટીમે તે બધી જગ્યાએ વોચ ગોઠવી બનાવટી ગ્રાહક ઉભો કર્યો હતો. ત્યારે ગોતાથી ઓગણજ, ભાડજ, શીલજ રોડ પર ખેતરો પાસે ઉભેરયેલી મહિલા બિભત્સ ઈશારા કરી કૂટણખાનુ ચલાવતી હતી. જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ તમામ કૂટણખાના પર દરોડો પાડીને 15 જેટલી મહિલાઓની ધરપકડ કરી છે.

આ તમામ મહિલાઓના વિરુદ્ધમાં પોલીસે રોડ પર ઉભા રહી લોકોને બીભત્સ ઈશારા કરી દેહવ્યાપાર કરવા સહીતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.
 
 

 133 ,  1