શેરબજારના ડબ્બા ટ્રેડિંગમાં દરોડા, 11 ઝડપાયા

એલિસબ્રિજ પોલીસે 22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

શહેરના પાંજરાપોળ વિસ્તારમાં GST ભવનની પાસે આવેલ શ્યામક કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ગેરકાયદે શેરબજારને સોદા કરીને ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમતા બાતમીના આધારે એલિસબ્રિજ પોલીસે દરોડા પાડીને 11 લોકોને 22 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. સેબીની જાણ બહાર ગેરકાયેદસર રીતે લોકોને વિશ્વાસમાં લઇ છેતરપીંડી આચરતા હતા.

પ્રાપ્ત વિગતો પ્રમાણે એલિસબ્રિજ પાસેના શ્યામક કોમ્પલેક્સમાં શાશ્વત સ્ટોક બ્રોકર પ્રા. લી. નામની ઓફિસમાં મોટા પાયે ડબ્બા ટ્રેડિગ ચાલતું હતું. જેની બાતમી મળતા એલિસબ્રિજ પોલીસની ટીમ ત્યાં અલગ અલગ ટીમ બનાવીને કોઈ લિફ્ટમાંથી તો કોઈ સીડી મારફતે પહોંચી હતી. પોલીસે આરોપીઓ મોટા ગજાના વેપારીઓ સાથે કનેક્ટેડ હોવાની શંકાના આધારે કોલ ડિટેઈલ કઢાવીને કોઈને પણ નહીં છોડવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે.

શાશ્વત સ્ટોક બ્રોકર પ્રા. લી. નામની ઓફિસમાં બીજી નાની ઓફિસ આવેલી હતી.જેમાં 20 જેટલા મોબાઈલ ફોન, લાખો રૂપિયાની રોકડ,અનેક સોફ્ટવેર, તેમજ હિસાબો મળી આવ્યા હતા. પોલીસને જાણવા મળ્યું કે અહીંયા મોટા પાયે ડબ્બા ટ્રેડિંગ ચાલી રહ્યું હતું.જેથી પોલીસે બાતમીને આધારે ત્યાં પહોંચીને 11 લોકોની ધરપકડ કરી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

 • વિકી રાજેશભાઇ ઝવેરી (તપોવન સોસાયટી માણેકબાગ )
 • જીગર ઉમકાત શાહ (સુમેરુ ફ્લેટ પાલડી )
 • રાજેશ ભોગીલાલ શાહ (નંદનવન ફ્લેટ વાડજ )
 • જીગ્નેશ બુલકીદાસ શાહ (લજીત સોસાયટી નવા વાડજ )
 • બિપીન ગોવિદભાઈ દેસાઈ (વિશ્વરૂપ સોસાયટી આંબાવાડી )
 • શીતલ નવનીતભાઈ ચોકસી (શુકન 3 સેટેલાઇટ )
 • દેવાંગ ભરતભાઇ શાહ ( પાર્શ્વ ટાવર સેટેલાઇટ)
 • સૌમિલ અનંદભાઈ ભાવનગરી (પાર્શ્વ ટાવર સેટેલાઇટ)
 • રૂપક કુમુદભાઈ શાહ (રાજ્યસ રિવેરિયમ વાસણા)
 • તેજસ અરવિંદભાઈ ભાવનગરી ( પાર્શ્વ ટાવર સેટેલાઇટ)
 • જયેશભાઇ ચીમનલાલ મકવાણા ( હાઉસિંગ બોર્ડના મકાન ચાંદખેડા)

 67 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી