ચક્કાજામ બાદ આજે કિસાનો દ્વારા રેલ રોકો કાર્યક્રમ, પોલીસ સર્તક

આંદોલનકારીઓનું દેશભરમાં બપોરે 12-4 સુધી રેલ રોકો આંદોલન

દેશમાં લાગુ થયેલા નવા ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે બપોરે 12થી4 વાગ્યા સુધી ચાર કલાકનાં રેલ રોકો આંદોલનની જાહેરાત કરી હોવાથી પંજાબ, હરીયાણા, દિલ્હી સહિતના રાજયોમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. જો કે રેલ રોકો આંદોલનમાં કિસાન સંગઠનો વચ્ચે આંતરિક મતભેદો સર્જાયા છે ત્યારે તે કેટલું સફળ રહે છે તેના પર સરકારની વોચ છે.


યુપી ગેઈટ પર ધરણા પર બેસેલા ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે જ રેલ રોકવામાં આવશે ત્યારે કિસાન મઝદુર સંઘર્ષ સમીતીના પ્રવકતાએ કહ્યું કે પંજાબમાં 32 સ્થળોએ રેલ રોકવામાં આવશે. આંદોલનકારી ખેડૂતો રેલવે પાટા પર પહોંચીને ટ્રેનો રોકશે. જેને પગલે રેલ્વે પોલીસ દ્વારા પણ ઠેકઠેકાણે વધારાની સુરક્ષા મુકવામાં આવી છે.


પંજાબમાં તો 12 વાગ્યે રેલ રોકો આંદોલન શરુ થાય તે પુર્વે જ કિસાનો રેલ્વેના પાટા પર બેસી ગયા હતા જેને પગલે અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી અને કેટલીક ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી. કિસાન આંદોલનને ધ્યાનમાં રાખીને રેલ્વેના સુરક્ષા કર્મીઓની રજા રદ કરી નાંખવામાં આવી હતી અને વધારાની 20 કંપ્નીઓને તૈનાત કરી દેવામાં આવી હતી.

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર