રેલવેમાં ધોરણ 10 પાસ માટે સીધી ભરતી, તક ઝડપી લો જલ્દી..

પરીક્ષા વિના જ મળશે નોકરી!

વેસ્ટ સેન્ટ્રલ રેલ્વે દ્વારા એપ્રેન્ટીસની જગ્યાઓ પર બમ્પર ભરતી કરવામાં આવી રહી છે. સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક મોટી તક છે. એપ્રેન્ટિસની 2,226 જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 નવેમ્બર છે. ઉલ્લેખનીય છે કે, 10 પાસ ઉમેદવારોને કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર નોકરી મળશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ wcr.indianrailways.gov.in પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ખાલી જગ્યા અંગે વધુ વિગતો નીચે આપેલ છે.

આ રીતે અરજી કરો

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ wcr.indianrailways.gov.in પર જાઓ

Step 2: વેબસાઈટ પર આપેલ અરજી ફોર્મ પર ક્લિક કરો.

Step 3: હવે જરૂરી માહિતી સબમિટ કરવાની રહેશે.

Step 4: તમારા દસ્તાવેજો સબમિટ કરો.

Step 5: ફોટો અપલોડ કરો અને સહી કરો.

Step 6: બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ કાઢી લો.

લાયકાત

ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે ધોરણ 10 પાસ અથવા માન્ય બોર્ડમાંથી સમકક્ષ પ્રમાણપત્ર (Certificate) હોવું જોઈએ. આ ઉપરાંત, તેમની પાસે NCVT અથવા SCVT નું રાષ્ટ્રીય પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.

વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પસંદગી કેવી રીતે થશે?

સૂચના અનુસાર, તમામ ઉમેદવારોના હાઇસ્કૂલ અને ITI માર્કસને જોડીને મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનારાઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. જેઓ પ્રક્રિયા પૂર્ણ કરશે, તેમની પસંદગી કરવામાં આવશે.

 75 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી