દેશના 21 રાજ્યમાં વરસાદ, બિહાર-આસામમાં પૂરના કારણે સ્થિતિ ગંભીર..

દેશભરમાં ચોમાસાએ જોર પકડ્યું છે. જેને લઇને દેશના 21 રાજ્યમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ બિહાર-આસામ પૂરથી પ્રભાવિત થયાં છે. અલ નીનોની સિસ્ટમ નબળી ડતાં ચોમાસા દેશભરમાં જામ્યું છે. જો કે અલ નીનોના કારણે 33 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.

આસામમાં આકાશી આફતે હાહાકાર મચાવ્યો છે. આસામના 18 જિલ્લા હજુ પણ પૂરની અસર જોવા મળી રહી છે. આસામના બારપેટા જિલ્લામાં બ્રહ્મપુત્રા અને બેકી નદીના પાણી ફરી વળ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 82 લોકોના મોત નિપજ્યા છે. બારપેટા જિલ્લાના 651 ગામના 11 લાખ લોકો અસરગ્રસ્ત છે. રાજ્યમાં બ્રહ્મપુત્રા અને નાની મોટી નદીઓ ગાંડીતૂર થઈ ગઈ છે.


દેશના 21 રાજ્યમાં રવિવારે ભાર વરસાદ જોવા મળ્યો. જેમાં રાજસ્થાનમાં 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે બિહાર અને આસામમાં પૂરનો કહેર યથાવત છે. બિહાર અને આસામમાં પૂરમાં મરનારની સંખ્યા 209 થઇ ગઇ છે. રાજ્યમાં આવેલા પૂરના કારણે 1.06 કરોડ લોકો પ્રભાવિત થયા છે.

જો કે બિહારમાં હાલ પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. બિહારમાં ભારે વરસાદના કારણે 85 લાખ લોકો પ્રભાવિત થયાં છે. જો કે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદની આશંકા વ્યકત કરી છે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી