September 26, 2022
September 26, 2022

WC-2019: ન્યૂઝીલેન્ડ સામેની મેચ રદ થઇ તો પણ ભારત ફાઇનલમાં, આ હોઈ શકે ટીમોની પ્લેઇંગ-11

વર્લ્ડ કપની પહેલી સેમિફાઇનલમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મંગળવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે મેચ રમાશે. ભારત અને કિવિઝની લીગ મેચ વરસાદના લીધે રદ થઇ હતી. તે રીતે બંને દેશ વચ્ચેની સેમિફાઇનલની મેચમાં પણ વરસાદનું સંકટ છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટમાં ટકરાશે, કારણ કે ગ્રુપ સ્ટેજમાં બંને ટીમો વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઈ હતી. આ કારણે બંને ટીમોને 1-1 પોઇન્ટ મળ્યો હતો. હવે પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં વરસાદનું સંકટ છે. મેચના દિવસે વરસાદની સંભાવના છે. જોકે નોકઆઉટ મેચ માટે આઈસીસી રિઝર્વ ડે રાખ્યો છે.

વેબસાઈટ એક્યૂવેધર ડોટ કોમ અનુસાર, મંગળવારે વરસાદની 60% સંભાવના છે. આ દિવસે જો વરસાદના લીધે મેચ ન રમાય તો બંને 10 જુલાઈના રોજ મેચ રમશે. જોકે બુધવારે વરસાદની સંભાવના 65% છે. જો વરસાદના લીધે ત્યારે પણ મેચ ન રમાય તો વધુ પોઈન્ટ્સ હોવાથી ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી જશે.

ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ XI

રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), દિનેશ કાર્તિક અથવા મયંક અગ્રવાલ, હાર્દિક પંડ્યા, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ.

ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ XI

માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમસન, રોસ ટેલર, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટોમ લાથમ, લોકી ફર્ગ્યુસન, જિમી નીશામ, ટ્રેન્ટ બોલ્ટ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી