અમદાવાદમાં અનેક વિસ્તારોમાં અમીછાંટણા

લોપ્રેશરનાં કારણે રાજ્યનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યું છે ત્યારે આજે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ મેઘરાજાની સવારી આવી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વાતાવરણના બદલાવ સાથે વરસાદનું આગમન થયું છે, વરસાદની છાંટા આવવાથી લોકોને ભીષણ ગરમીથી રાહત મળી છે તેમજ સ્થાનીકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે,

અમદાવાદ શહેરના આશ્રમરોડ, સરસપુર, કાલુપુર, દરિયાપુર, જમાલપુર, એલિસ બ્રિજ, વાસણા એવા અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે તેમજ ઇસ્કોન, સેટેલાઈટ, જોધપુર વિસ્તારમા અમી છાંટણા આવ્યા છે, બોપલ, આંબલી વિસ્તારમા વાતારવરણમા પલટો. વરસાદી માહોલ વચ્ચે અમીછાંટણા. રાયપુર .સારંગપુર માં ધીમી ધારે વરસાદ વરસ્યો છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી