દ.ગુજરાતમાં ભારે વરસાદ, અંબિકા-કાવેરી નદીમાં ઘોડાપૂર, લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના

દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની અંબિકા અને કાવેરી નદી ગાંડીતુર બની છે. બંને નદીઓમાં હાલ ઘોડાપૂર આવ્યા છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. અંબિકા નદીમાં પૂરના પગલે ઉમરા પૂલ પરથી ત્રણ ફૂટ પાણી વહી રહ્યાં છે જેના કારણે સૂરતથી અનાવલ જતો ઉમરા પૂલ પાણીમાં ગરકાવ થતાં રાજ્ય ધોરી માર્ગ ખોરવાયો છે.

વલસાડના હનુમાન ભાગડા વિસ્તારમાં લોકોના ઘરમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે.અને એનડીઆરએફની ટીમ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. ગણદેવીના ભાટ ગામમાં 25 પરિવાર ફસાઈ જતા એરલિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી છે. જ્યારે વલસાડ જિલ્લાના મધુબન ડેમની સપાટીમાં વધારો થતા 10 દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોનુ સ્થાળાંતર કરવામાં આવી રહ્યુ છે. સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વિટ કરીને નદી કિનારે ન જવા માટે પણ લોકોને અપીલ કરાઈ છે. પરંતુ જો ઉપરવાસમાં સતત વરસાદ વરશસે તો પરિસ્થિતિ વધુ ગંભીર થતી જશે. ત્યારે પોલીસનો સ્ટાફ પણ તમામ જગ્યાએ ખડકી દઈ લોકોને પાણીની નજીક જતા રોકવામાં આવી રહ્યા છે.

સુરત જિલ્લામાં પડેલ 24 કલાક વરસાદ…

બારડોલી 3 ઇંચ
કામરેજ 8 ઇંચ
ચોર્યાશી 4 ઇંચ
મહુવા 5 ઇંચ
માંડવી 7 ઇંચ
માંગરોળ 11 ઇંચ
ઓલપાડ 13 ઇંચ
પલસાણા 3 ઇંચ
સુરત સિટી 6 ઇંચ
ઉમરપાડા 16.5 ઇંચ

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી