અ૨બી સમુદ્રમાં આકા૨ લેતું વાવાઝોડુ: સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડા સાથે વ૨સાદની શક્યતા

રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 અને 13 જૂનના રોજ વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 100 કિમીની ઝડપે પવનની સાથે વરસાદ પડશે તેવી સંભાવના છે. અ૨બી સમુદ્રમાં આકા૨ લઈ ૨હેલા વાવાઝોડાની અસ૨ હેઠળ ગુજરાત-સોરાષ્ટ્રમાં આવતા ૪૮ કલાકમાં હવામાન પલ્ટો થવા સાથે હળવો-ભારે વ૨સાદ થવાની સંભાવના ઉભી થઈ છે. માછીમારોને દિ૨યો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું છે કે દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્ય અ૨બી સમુમાં ઉદભવેલુ લો-પ્રેસ૨ શક્તિશાળી બનીને ડિપ્રેસનમાં પિ૨વર્તિત થવાની અને ત્યા૨બાદ ઉત૨ પશ્ચિમ ત૨ફ આગળ ધપીને વાવાઝોડામાં રૂપાંતરિત થઈ શકે છે.

હાલ આ સિસ્ટમ વેરાવળથી 930 કિમી દુર છે. ત્યારબાદ આ સિસ્ટમ સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે. રાજ્યના તમામ પોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જામનગર, પોરબંદર. ઉના, જાફરાબાદ, વેરાવળ સહિતના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. 12 જૂનથી રાજ્યમાં વરસાદની અસર શરૂ થશે. 13 જૂનના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે જણાવ્યું હતું કે અમે સતત રાજ્ય સરકાર સાથે સંપર્કમાં છીએ.

 251 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી