રાજયના ૩૧ તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ

રાજયમાં વાયુ વાવાઝોડાની અસર સંદર્ભે છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ૧૨૨મી.મી એટલે કે પાંચ ઇંચ અને વેરાવળ તાલુકામાં ૧૦૮ મી.મી,તાલાળામાં ૧૦૨ મી.મી મળી કુલ બે તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૧૫ જુનના રોજ  સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન માંગરોળ તાલુકામાં ૯૬ મી.મી અને કોડીનાર તાલુકામાં ૮૧ મી.મી મળી કુલ બે તાલુકામાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ અને કુતિયાણા તાલુકામાં ૬૨મી.મી,માળિયામાં ૬૧ મી.મી. ભેસાણમાં ૫૦ મી.મી.,મેંદરડામાં ૪૯ મી.મી, જૂનાગઢ તાલકો અને  જૂનાગઢ શહેરમાં  ૪૮ મી.મી. મળી કુલ  છ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે

 આ ઉપરાંત  સાવરકુંડલા, કેશોદ, ખાંભા, વિસાવદર, વંથલી, ભાવનગર ધોરાજી, તળાજા, માણાવદર અને બાબરા મળી કુલ દસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે અન્ય દસ તાલુકાઓમાં અડધો ઇંચ  કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે

ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે અને તારીખ 17 કે 18 જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે, ઘટેલી તીવ્રતા સાથે કચ્છને સ્પર્શે એવી સંભાવના જણાઈ રહી છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી