ભરશિયાળે ગુજરાતનાં 60 તાલુકામાં ચોમાસા જેવો માહોલ

સૌથી વધુ વલસાડમાં 3.5 ઈંચ, કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ અધ્ધર..

ગુજરાતાં સત્તાવાર ચોમાસાની વિદાય થઈ ગઈ છે પરંતુ બીજી બીજુ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધારી દીધી છે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 60 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ વલસાડ જિલ્લામાં ખાબક્યો છે. જ્યારે પાલનપુરમાં 3 ઈંચ,દાંતામાં 2.5 ઈંચ વડગામમાં 2.3 ઈંચ, સુરતમાં દોઢ ઈંચ તો કાંકરેજ, થરાદ, દિયોદર, ધાનેરામાં પણ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે, માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે જેમાં માર્કેટિંગ યાર્ડોમાં પણ ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે..

આ તરફ મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે. માળિયા, ટંકારા, હળવદ અને વાંકાનેરમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો…માળિયાના બોડકી, ઝીંઝુડા, સરવડ, ભાવપર, તરઘરી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે..કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. ત્યારે માવઠાને કારણે થયેલા નુકસાનનું વળતર આપવા ખેડૂતોએ માંગણી કરી છે..

માવઠાથી નવસારીમાં ચીકુના પાકને નુકસાન

કમોસમી વરસાદના કારણે નવસારીમાં ચીકુના પાકને નુકસાન થયું છે. અમલસાડી ચીકુમાં કમોસમી વરસાદની અસર થઇ છે. ત્રણ દિવસથી ભેજવાળા વાતાવરણના કારણે ચીકુના પાકને નુકસાન થયું છે. અમલસાડી ચીકુ ગુણવત્તા માટે જાણીતા છે અને આ મહિનામાં ચીકુની આવક સારા પ્રમાણ થઇ હતી, ખેડૂતોને ચીકુના 800થી 1200 રૂપિયા ભાવ પણ મળ્યા હતા પરતું કમોસમી વરસાદના કારણે ચીકુના ભાવને અસર થશે.

 140 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી