અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ, વટવા-મણિનગરમાં અડધો ઇંચ વરસાદ

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં નહીવત વરસાદ હતો તો બીજી તરફ શનિવારે બપોરે બેથી ત્રણ વાગ્યાના એક કલાકમાં વટવા-લાંભા વિસ્તારમાં બે ઇંચ વરસાદ જોવા મળ્યો હતો મણિનગરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો જ્યારે સરખેજ, ઓઢવ અને પાલડીમાં પણ છુટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો.

શહેરમાં સવારે છથી સાંજના ચાર સુધીના સમયગાળા દરમિયાન ચકુડિયા, ઉસ્માનપુરા, ચાંદખેડા, ગોતા, દુધેશ્વર, મેમ્કો, નરોડા કોતરપુરમાં વરસાદ જોવા મળ્યો ન હતો તો બીજી તરફ ઓઢવમાં ૩.૫૦ મીમી, વિરાટનગરમાં ૧ મીમી, પાલડીમાં ૬ મીમી, રાણીપમાં ૨ મીમી, સરખેજમાં ૯ મીમી, દાણાપીઠમાં ત્રણ મીમી, મણિનગરમાં ૧૩ મીમી અને વટવામાં ૫૭.૫૦ મીમી વરસાદ પડયો હતો જેના લીધે વટવા, લાંભા અને મણિનગરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વટવામાં તો નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. મણિનગરમાં ગોરના કૂવા પાસે પાણી ભરાયા હતા.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી