દહેગામ તાલુકામા ઝરમર વરસાદે વાતાવરણમા ઠંડક પ્રસરાવી

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા છેલ્લા બે દીવસથી વરસાદનો માહોલ જામી રહ્યો છે. આકાસમા વાદળા ઘેરાઈ રહેતા વાદળ છાયુ વાતાવરણ દેખાય છે. પરંતુ હાલમા દહેગામ તાલુકામા છુટો છવાયો વરસાદ પડતા સમગ્ર વિસ્તારમા ઠંડક પ્રસરી જવા પામી છે. અને હવે વરસાદ છુટો છવાયો ઝાપટા રૂપે પડતા ગરમીમા ઘટાડો થયો છે.

અષાઢ માસમા ધોધમાર વરસાદ પડ્યો નથી.અને હવે શ્રાવણ માસ આવવાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ખેડુતો ભારે વરસાદની અપેક્ષા રાખીને બેસી રહ્યા છે. હાલમા છુટા છવાયા વરસાદથી વાતાવરણમા ઠંડકની લહેર પ્રસરી છે.

શ્રાવણ માસમા કેવો વરસાદ આવશે તેવી ખેડુતોમા ચોમેરે ચર્ચાઓ ચાલી રહી છે. આમ દહેગામ તાલુકામા અષાડ માસ પુરા થવાની ઘડીઓ ગણાઈ રહી છે. અને શ્રાવણ માસ આવવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે વરસાદી માહોલ કેવો રહેશે તે સમય બતાવશે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી