ગુજરાતનાં 231 તાલુકામાં મેઘમહેર, ૩૪ તાલુકાઓમાં બે થી ચાર ઇંચ વરસ્યો વરસાદ

ગુજરાતનાં ૨૩૧ તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ રાજકોટ ખાતે ૮ ઇંચ વરસાદ વરસ્યો હોવાનાં અહેવાલ છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજ રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ૨૮૮ મી.મી એટલે કે સાડા અગિયાર ઇંચ, વઘઇમાં ૨૦૮ મી.મી, કપરાડામાં ૧૯૧ મી.મી એટલે કે ૮ ઇંચ, માંગરોળમાં ૧૮૨ મી.મી, તથા પારડીમાં ૧૫૨ મી.મી એટલે કે ૬ ઇંચથી વધુ વરસાદ તથા સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટમાં ૮ ઇંચ વરસાદ જેટલો વરસ્યો હતો.

રાજ્યના કુલ‌‌‌‌‌ ૧૨ તાલુકાઓમાં ચાર ઇંચથી છ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડ્યો હતો. તેમાં બાવળા, ચુડા, પડધરી, ધ્રોલ, ખંભાળીયા, ઉમરાળા, રાણપુર, ઉમરપાડા, મહુવા(સુરત), ખેરગામ, વલસાડ અને આહવાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રાજ્યનાં ૩૪ તાલુકાઓમાં બે ઇંચ થી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમા અબડાસા, માંડવી(કચ્છ), ધંધુકા, ધોળકા, પેટલાદ, ચોટીલા, કોટડાસંગાણી, લોધીકા, જામનગર, જોડિયા, વિસાવદર, બોટાદ, બરવાળા, અંક્લેશ્વર, નેત્રાંગ, વાલિયા, ડેડિયાપાડા, ગરુડેશ્વર, નાંદોદ, તિલકવાડા, સોનગઢ, વાલોદ, વ્યારા, દોલવણ, ચોર્યાસી, સુરત શહેર, ચિખલી, જલાલપોર, નવસારી, વાંસદા, વાપી અને સુબિર સહિતના તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને ચાર ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આજે તા.૩૦/૭/૧૯ ને સવારે ૬ થી બપોરના ૧૨ કલાક દરમિયાન ધ્રોલ તાલુકામાં ૮૯ મી.મી, જોડિયામાં ૮૫ મી.મી અને ખંભાળીયામાં ૭૩ મી.મી મળી કુલ ૩ તાલુકાઓમાં ત્રણ ઇંચ, જામનગરમાં ૭૦ મી.મી, કપરાડામાં ૬૭ મી.મી માંગરોળમાં ૫૨ મી.મી મળી કુલ ત્રણ તાલુકામાં બે ઇંચથી વધુ જ્યારે અન્ય પાંચ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી