રાજ્યમાં આગામી બે દિવસની ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના એસજી હાઈવે, સેટેલાઈટ, જોધપુર, જીવરાજપાર્ક, શિવરંજની, પાલડી, ઈસનપુર, નારોલ, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં પડી રહ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે ટ્રાફિકજામ અને વાહનચાલકો અટવાયા છે.
અમરાઈવાડી 132 ફૂટના મોડેલ રિંગ રોડ પર આવેલા પોસ્ટ ઓફિસની સામે ભૂવો પડ્યો છે. સ્વસ્તિક ચાર રસ્તા પાસે પડેલા ભૂવાના 200 મીટરના અંતરે વધુ એક ભૂવો પડ્યો છે. જોકે આ ભૂવાને હજુ સુધી બેરીકેડ નથી કરાયો.
52 , 1