અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસ્યો વરસાદ..

અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં જિલ્લાના મોડાસા, ધનસુરા, બાયડ ૨.૫ ઇંચ વરસાદ મેઘરજ,માલપુર, ભિલોડામાં ૧ ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદ તૂટી પડતાં ઠેર-ઠેર પાણી ભરાયા હતાં.સાથે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

અન્ય તાલુકાઓમાં પણ અડધા ઈંચથી વધુ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

લાંબા દિવસોનાં વિરામ બાદ વરસાદ થતાં મકાઈ, મગફળી, બાજરી, કપાસ જેવા વિવિધ પાકોને જીવતદાન મળતાં ખેડૂતોમાં આનંદ છવાઇ ગયો હતો. અસહ્ય બફારા અને ઉકળાટ વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડકનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ રાહત અનુભવી હતી.ઘણાં સમયથી વરસાદની રાહ જોતા ધરતી પુત્રોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી