દક્ષિણ ભારતમાં વરસાદી કહેર યથાવત, ચેન્નઈમાં પૂર

અત્યાર સુધી 14 લોકોના થયા મોત, જનજીવન અસ્તવ્યસ્ત

બંગાળના ઉપસાગરમાં, હવાનું દબાણ, દક્ષિણ ભારતમાં ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશ તરફ આજે આગળ ધસી રહ્યું હતું જેના પરિણામે ચેન્નાઇ ઉપર ૪૫-૫૦ કીમીની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા હતા સાથે ભારે વરસાદનાં ઝાપટાં પડવાં શરૂ થયાં હતાં.

મિલનાડુની રાજધાની ચેન્નાઈ અને અન્ય ઉત્તરીય વિસ્તારોમાં ગુરુવારે ભારે વરસાદ થયો હતો, જ્યારે બંગાળની ખાડી પરનું દબાણ ક્ષેત્ર સાંજે ચેન્નાઈના દરિયાકાંઠે આગળ વધ્યું હતું. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે, પાક ડૂબી ગયો છે, વૃક્ષો ધરાશાયી થયા છે અને 1,000 થી વધુ ઝૂંપડાઓને નુકસાન થયું છે. 2015 પછી નવેમ્બર મહિનામાં એક જ દિવસમાં આ સૌથી વધુ વરસાદ છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 203.5 મીમી વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદ ઉપરાંત, અહીંના ડેમમાંથી લગભગ 13,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને તામિલનાડુના મહાનગર અને અન્ય ઉત્તરીય પ્રદેશોના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં વીજળી કાપવામાં આવી છે. વરસાદના કારણે રસ્તાઓને પણ નુકસાન થયું છે.

છેલ્લા ચાર દિવસથી આવેલા પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ટ્રાફિક બદલાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી કેકેએસએસઆર રામચંદ્રએ જણાવ્યું હતું કે ગુરુવારે તંજાવુર અને તિરુવરુરમાં બે લોકોના મોત થયા હતા.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી