September 23, 2021
September 23, 2021

રાજધાની દિલ્હીને વરસાદે ઘમરોળ્યું, તોડ્યો 18 વર્ષનો રેકોર્ડ

એરપોર્ટ અને માર્ગો બન્યા સમુદ્ર….

દેશની રાજધાની દિલ્હી સહિત એનસીઆરમાં મોડી રાતથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ઘણા વિસ્તારોમાં માર્ગો બેટમાં ફેરવાઈ ગયા છે એટલું જ નહીં એરપોર્ટના રનવે પર સમુદ્ર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે દિલ્હીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં આ વર્ષે ભલે ચોમાસાએ મોડા દેખા દીધું હોય, પરંતુ એણે 18 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલાં 1 સપ્ટેમ્બરે દિલ્હીમાં 19 વર્ષ બાદ એક દિવસનો સૌથી વધુ વરસાદનો રકોર્ડ નોંધાયો છે.

દિલ્હીમાં એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે ત્યાંના ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ(IGI)ના ટર્મિનલ 3માં પાણી ભરાઈ જતા અમુક ફલાઈટોમ ડાઈવર્ટ કરવાની ફરજ પડી છે.

ભારે વરસાદના કારણે દ્વારકા મેટ્રો સ્ટેશન બહાર દીવાલ ધસવાની ઘટના સામે આવી છે. જોકે સદનસીબે આ દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી નોંધાઈ. સાવચેતીના ભાગરૂપે દ્વારકા મેટ્રો સ્ટેશનને કામચલાઉ રૂપથી બંધ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ પરિસરમાં પાણી ભરાવાને લઈ યાત્રિઓ સમક્ષ ખેદ વ્યક્ત કર્યો છે. ઓથોરિટીના કહેવા પ્રમાણે તપાસ માટે ટીમ રચવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેનો ઉકેલ લાવવામાં આવશે.

 59 ,  1