દહેગામ: બે દીવસથી વરસાદી માહોલ, 1 ઇંચ વરસાદ ખાબક્યો

દહેગામ તાલુકામા  બે દીવસથી વરસાદી માહોલ અને અત્યાર સુધીમા ૫૨૧ એમ એમ વરસાદ ખાબક્યો હતો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા છેલ્લા ૨ દીવસથી વરસાદી માહોલ જામ્યો છે.ગામડાના રસ્તાઓ ઉપર પાણી પાણી ભરેલા દેખાય છે. અને દહેગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરતા નાના મોટા વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

દહેગામ તાલુકામા મોસમનો વરસાદ અત્યાર સુધીમા ૫૨૧ એમએમ નોધાયો છે અને આજે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમા ૧ ઈંચ વરસાદ થવા પામ્યો છે. દહેગામ તાલુકામા અને શહેરમા હાલમા વરસાદી માહોલ હોવાથી ઠેર ઠેર મુખ્ય માર્ગો ઉપર પાણી પાણી જોવા  મળી રહ્યા છે. વરસાદ સારો થતા ખેડુતોમા ભારે ખુશી વ્યાપી જવા પામી છે.

દહેગામ પંથકમા હાલમાં મેઘરાજા તુટી પડતા કેટલાક રસ્તાઓ ઉપર પાણી ભરાતા લોકો ભારે તકલીફોનો સામનો કરી રહ્યા છે. હાલમા દહેગામ તાલુકામા વરસાદ ચાલુ છે. અને હજી પણ વરસાદની  ૨ દીવસની આગાહી હોવાથી ખેડુતોમા ખુશી સાથે ચિંતા વ્યાપી જવા પામી છે.

(પ્રતિનિધિ- અગરસિંહ ચૌહાણ દહેગામ)

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી