વરસ્યો મેહુલીયો…અમદાવાદમાં મોડી રાતે થઇ વરસાદની રમઝટ….

શહેરમાં બે કલાકમાં સરેરાશ પોણા બે ઈંચ વરસાદ વરસ્યો….

અમદાવાદ શહેરમાં બુધવારે બપોર બાદ અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી રાતે અમદાવાદમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં રાતના આઠથી દસ વાગ્યા દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં બે કલાકમાં સરેરાશ પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

શહેરમાં મેમ્કો વિસ્તારમાં સૌથી વધુ બે કલાકમાં ત્રણ ઈંચ અને નરોડા વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતા. આવી જ હાલત શહેરના અન્ય વિસ્તારોની થઈ હતી. બે કલાક વરસેલા વરસાદે અમદાવાદ મનપાની પોલ ખોલી નાંખી અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.ચકુડીયા, ઓઢવ, વિરાટનગર, નિકોલ, સરખેજ, કોતરપુર, મણીનગર, વટવામાં પોણા બેથી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા.હાટકેશ્વર સર્કલ વરસાદી પાણીને કારણે બેટમાં ફેરવાયું હતું. તો ખોખરા ગુજરાત હાઉસિંગના માર્ગ પર પણ પાણીમાં ગરકાવ થયું હતું. આ સાથે અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. બોપલ, ઘુમા, શિલજ, રાણીપ, ન્યુ રાણીપ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાતા મહાનગર પાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી.

અમદાવાદ શહેરમાં વરસેલા થોડા જ વરસાદે મનપાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. બુધવારે પડેલા વરસાદના પાણી હજુ કેટલાય વિસ્તારમાં ઓસર્યા નથી. તો કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. માણેકબાગ વિસ્તારમાં મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. રોડ પર જ વૃક્ષ પડતા માર્ગ બ્લોક થયો છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આશ્રમ રોડ ખાતે પણ એક વૃક્ષ ધરાશાયી થયું હતું,જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો .

ઉલ્લેખનીય છે કે ,શહેરમાં છેલ્લા બે દિવસથી વધેલા અસહય બફારા બાદ આજે સાંજે વરસાદ પડ્યો હતો. જો કે, વરસાદ પડતાં લોકોએ બફારાથી રાહત મેળવી હતી. અમદાવાદ શહેરમાં વરસાદ અનેક વિસ્તારોમાં ધમધોકાર તો કેટલાંક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પદરી રહ્યો છે.

હવામાન ખાતા દ્વારા રાજ્યમાં ચોમાસાની સ્થિતિને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. 17થી 20 જૂન સુધી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે.

 69 ,  1