રાજ કુંદ્રા કેસ: રનૌતનો ફૂટ્યો ગુસ્સો, હું ઇન્ડસ્ટ્રીને ગટર કહું છું…

કંગનાએ કહ્યું, કોઈ પણ ભોગે ઉઘાડું પાડીશ બોલિવૂડને…

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની સોમવારે રાત્રે અશ્લીલ ફિલ્મ બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. હવે કોર્ટે રાજ કુંદ્રાને 23 જુલાઇ સુધીના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. રાજ જેલમાં જતા બોલીવુડમાં ગભરાટ પેદા થયો છે. આ દરમિયાન અભિનેત્રી કંગના રનૌત આ મામલે પોતાનો જવાબ આપ્યો છે.

રાજ કુંદ્રાની ધરપકડ બાદ પૂનમ પાંડે, ગેહના વશિષ્ઠ જેવા લોકોની પ્રતિક્રિયા બાદ હવે કંગના રનૌતે વાત કરી છે. આ મામલે કંગનાનો રોષ ફાટી નીકળ્યો છે.

કંગના રનૌતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પોતાનો મુદ્દો ઉઠાવ્યો છે. અભિનેત્રીએ લખ્યું છે કે આ જ કારણ છે કે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ગટર કહું છું, જે બધું ચમકે છે તે સોનું નથી. કંગનાએ વધુમાં લખ્યું છે કે હું મારી આગામી ફિલ્મ ટિકુ વેડ્સ શેરૂમાં બોલિવૂડનો પર્દાફાશ કરવા જઇ રહી છું, અમને ઈન્ડસ્ટ્રીમાં મજબૂત માન્યતાઓ વળી સિસ્ટમ અને સખ્તીની જરૂર છે.

કંગનાની આ પોસ્ટ પર ચાહકોની પ્રતિક્રિયાઓ જોરશોરથી સામે આવી રહી છે. કંગના તેની છટાદાર શૈલી માટે જાણીતી છે. કંગના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ કેટલાક સેલિબ્રિટિસને ટાર્ગેટ કરતી રહે છે. આવી સ્થિતિમાં હવે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી કંગનાના નિશાના હેઠળ આવી ગયા છે.

 22 ,  1