રાજ કુન્દ્રા આ અભિનેત્રીઓ સાથે બનાવતો હતો પોર્ન ફિલ્મ…!

શિલ્પા શેટ્ટીના પતિની ધરપકડ, અશ્લીલ ફિલ્મ બનાવી એપ્સ પર દેખાડવાનો આરોપ

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે સોમવારે ધરપકડ કરી છે. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને કેટલીક એપ્સ પર દેખાડવાનો આરોપ છે. આજે મુંબઈ પોલિસ રાજ કુંદ્રાને કોર્ટમાં રજૂ કરશે તેમજ પોલિસે દાવો કર્યો છે કે, રાજ કુંદ્રા વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા છે.પોલિસે વિડિયો અપલોડ કરનાર ઉમેશ કામથને પણ ઝડપી પાડ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે, ફેબ્રુઆરી 2021માં ક્રાઇમ બ્રાન્ચને મુંબઈમાં અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને કેટલીક એપ્સ પર દેખાડવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની FIR પ્રમાણે રાજ કુંદ્રા જ આ મામલામાં મુખ્ય ષડયંત્રકાર છે. આગળ જણાવ્યું કે આ મામલામાં સોમવારે રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે કારણ કે તે તેની પાછળ મુખ્ય ષડયંત્રકાર લાગે છે.

મહત્વનું છે કે ક્રાઇમ બ્રાન્ચે સોમવારે પહેલા રાજ કુંદ્રાને પૂછપરછ માટે બોલાવ્યા અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રથમવાર નથી જ્યારે રાજ કુંદ્રા વિવાદોમાં છે, તે આ પહેલા પણ વિવાદેને કારણે ચર્ચામાં રહી ચુક્યા છે.

અત્રે નોંધનીય છે કે, મુંબઈ પોલિસે 26 માર્ચે આ મુદ્દે એકતા કપુરનું પણ સ્ટેટમેન્ટ લીધું હતું. મહારાષ્ટ્ર સાયબર સેલે આ અગાઉ શેર્લિન ચોપડા અને પુનમ પાંડેનું સ્ટેટમેન્ટ લઈ લીધું છે. એફઆઈઆર પ્રમાણે આ મામલમાં રાજ કુન્દ્રાનું નામ પોલિસ સામે શર્લિન ચોપડાએ લીધું છે.

પોલિસના કહેવા પ્રમાણે તેમને એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં લાવનાર રાજ કુન્દ્રા છે. તેણે શેર્લિન ચોપડાને દરેક પ્રોજેક્ટ માટે 30 લાખ રૂપિયાનું પેમેન્ટ પણ આપ્યું હતું. આવા 15-20 પ્રોજેક્ટમાં શર્લિન ચોપડાએ રાજ કુન્દ્રા માટે કર્યા હોવાનો દાવો છે.

 147 ,  1