September 24, 2020
September 24, 2020

ગેહલોત સરકારની આજે પરીક્ષા..! ભાજપ આજે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે

CM અશોક ગેહલોત વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે, BJP પણ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે

રાજસ્થાનમાં ગત કેટલાક દિવસોથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. જોકે હવે કોંગ્રેસને બાગી વલણ બતાવી ચૂકેલા સચિન પાયલટ ફરીથી પાર્ટીની સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે. બીજી તરફ આજે શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રમાં ગેહલોત સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ભાજપએ જાહેરાત કરી છે. જેની સામે કોંગ્રેસે પણ વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાની વ્યૂહરચના ઘડી કાઢી છે.

હવે ફ્લોર ટેસ્ટમાં ગેહલોતે બહુમતી પૂરવાર કરવી પડશે. લાંબા સમયનાં મતભેદો પછી સચિન પાયલટ ગેહલોતને મળવા ગયા હતા. બંનેએ એકબીજાનાં હાથ મિલાવીને સાથે મળીને કામ કરવાનો સંકેત આપ્યો હતો.

કૉંગ્રેસ સરકારમાં બળવાથી ઊભા થયેલા સંકટ બાદ હાલમાં ભલે ખતરો ટળી ગયો હોય એવું લાગી રહ્યું છે, પરંતુ હવે બીજેપી પોતાના જ ધારાસભ્યોની વફાદારીની પરીક્ષા કરશે. બીજેપી પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાથી સ્પષ્ટ ના પાડી રહી હતી, પરંતુ ગુરુવારે અચાનક પાર્ટી ધારાસભ્ય દળની બેઠકમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર