September 25, 2020
September 25, 2020

રાજસ્થાનનું રાજકારણ હવે ગુજરાતમાં..! BJP ધારાસભ્યોના અમદાવાદમાં ધામા

રાજસ્થાન રાજકારણમાં નવો વળાંક, ભાજપના ધારાસભ્યો ગુજરાતના શરણે..

રાજસ્થાનના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસ પછી ભાજપે પણ પોતાના ધારાસભ્યોને સાચવવા ગુજરાત મોકલી રહ્યા છે. ભાજપ રાજસ્થાનના બોર્ડર નજીક આવેલા પાંચ જિલ્લાના 12 ધારાસભ્યોને અમદાવાદ અને 6 ધારાસભ્યો ને પોરબંદર શિફ્ટ કરવામાં આવ્યા હોવાના મીડિયા માધ્યમથી જાણવા મળી રહ્યું છે. આ પહેલા સચિન પાયલોટ ગ્રુપના 3 ધારાસભ્યો સોમનાથ દર્શન કરવા પોહચ્યા હોવાનો દાવો સૂત્રો કરી રહ્યા છે.

ઝાલોર, ઉદેપુર, સિરોહી, ડુંગરપુર અને બાંસવાડાના ધારાસભ્યો ગુજરાતમાં છે. ધારાસભ્યોને રખાયા હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.

નોંધનિય છે કે, કોંગ્રેસ બાદ ભાજપે રાજસ્થાનમાં પોતાના ધારાસભ્યોને સાચવવા કવાયત હાથ ધરી છે. આ કારણે પોતાના કોઈ ધારાસભ્યો ન તૂટે તે માટે રાજસ્થાનના ભાજપના ધારાસભ્યોને અમદાવાદ લાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ભાજપની સત્તા છે, આવામાં અહી ધારાસભ્યો સલામત ગણી શકાય. ગુજરાતમાં પણ ભાજપ સરકાર હોવાથી આ જગ્યા સલામત તથા રાજસ્થાનથી નજીકની પણ છે. આ ધારાસભ્યો અશોક ગેહલોતની સરકારને સમર્થન ન કરે તે માટે તેઓને અહી લાવવામાં આવ્યા છે.

લગભગ એક ડઝનથી વધુ ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. અશોક ગેહલોત પોતાની સરકાર બચાવવા માટે કોઈ પણ નીતિ અપનાવી શકે છે. આવા સંજોગોમાં બોર્ડર લાઈન પર ઉભેલા ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. ક્યાંકને ક્યાક એવું માને છે કે, અશોક ગેહલોતની સરકાર પડવી છે. શક્તિ પરીક્ષણમાં ભાજપનું કાચુ ન કપાય તે માટે અહી લાવવામાં આવ્યા છે. આ તમામને ગુજરાતમાં અલગ અળગ જગ્યાએ લાવવામાં આવશે. એક જ જગ્યાએ નહિ રાખવામાં આવે. 

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર