રાજસ્થાન : પાકિસ્તાનની જીતનો મહિલા શિક્ષકે મનાવ્યો જશ્ન, નોકરીમાંથી થયા બરતરફ

પાકિસ્તાનની તરફેણમાં ઉજવણી કરવી મહિલા શિક્ષકાને ભારે પડી

રાજસ્થાનના ઉદયપુરમાં એક ખાનગી શાળામાં કામ કરતી એક મહિલા શિક્ષિકાને રવિવારની T-20 મેચમાં ભારત સામે પાકિસ્તાનની જીતની ઉજવણી કરવી ભારે પડી છે. નફીસા અટારી ઉદયપુરમાં નીરઝા મોદી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. જોકે, મહિલા શિક્ષિકાએ પાકિસ્તાન વિરુદ્ધ ભારતની હાર પર ખુશી વ્યક્ત કરતા વોટ્સએપ પર એક સ્ટેટસ મૂક્યું હતું. જેના પગલે શાળા મેનેજમેન્ટે શિક્ષિકાને નોકરીમાંથી કાઢી મૂકી હતી.

નફીસાએ વોટ્સએપ સ્ટેટસ દ્વારા પાકિસ્તાની ખેલાડીઓની તસવીરો સાથે ‘We Won’ નો ઉલ્લેખ કરીને ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે એક માતા-પિતાએ ટીચરને પૂછ્યું કે શું તે પાકિસ્તાનનું સમર્થન કરે છે, તો નફીસાએ હા પાડી. શિક્ષકના સ્ટેટસનો સ્ક્રીનશોટ વોટ્સએપ પર વાયરલ થયા બાદ સ્કૂલ મેનેજમેન્ટે શિક્ષકને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.

રવિવારે ભારત પાકિસ્તાનની મેચમાં ભારતની હાર બાદ ઉદયપુરની એક સ્કૂલની શિક્ષિકાએ ખુશી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, એક ખાનગી સ્કૂલના ટીચરે પાકિસ્તાને મેચ જીત્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓના ફોટા સાથે વ્હોટ્સએપ પર ‘we – won’ અને ‘આપણે જીતી ગયા’ જેવું સ્ટેટસ પણ અપલોડ કર્યું હતું.

નફીસાએ વ્હોટ્સએપ દ્વારા પાકિસ્તાની ખેલાડીઓની તસવીર સાથે ‘વી વોન’નો ઉલ્લેખ કરતાં ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે એક વ્યક્તિએ શિક્ષિકાને પૂછ્યું કે શું તમે પાકિસ્તાનનું સમર્થન કરો છો, ત્યારે નફીસાએ હા કહેતા જવાબ આપ્યો હતો. વ્હોટ્સએપ પર શિક્ષિકાના સ્ટેટસનો સ્ક્રીન શૉટ વાઇરલ થયા બાદ, શાળા-સંચાલકે શિક્ષિકાને નોકરી પરથી કાઢી મૂક્યાં હતાં.

નોંધનીય છે કે, T20 વર્લ્ડ કપમાં રવિવારે પહેલી જ મેચમાં ભારતને પાકિસ્તાન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું. વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ટીમનો આ પ્રથમ વિજય હતો. પાકિસ્તાનની ટીમે 13 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને શાનદાર બેટિંગ કરી અને ટીમને જીત અપાવી હતી. રિઝવાન 55 બોલમાં 79 અને બાબર 52 બોલમાં 68 રન બનાવીને અણનમ રહ્યા હતા. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમે 17.5 ઓવરમાં 152 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી