September 21, 2020
September 21, 2020

રાજસ્થાન હાઈકોર્ટે સચિન પાયલટ અને અન્ય સાથી ધારાસભ્યોને આપી મોટી રાહત

હાઇકોર્ટનો સ્પીકરની નોટિસ પર સ્ટે, ધારાસભ્યોને અયોગ્ય કરાર નહીં કરી શકે

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં આજે હાઈકોર્ટે સચિન પાયલટ જૂથને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે વિધાનસભા સ્પીકર દ્વારા અપાયેલી નોટિસ પર હાલ સ્ટે મૂક્યો છે. એટલે કે વિધાનસભા સ્પીકર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી શકશે નહીં. જો કે અન્ય મામલાઓને લઈને હજુ પણ હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે. આગળની સુનાવણીમાં આ મામલે કાયદા પર ચર્ચા કરવામાં આવશે. શુક્રવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પીકરના એક્શન પર સ્ટે મૂક્યો અને યથાસ્થિતિ જાળવવા જણાવ્યું. 

ઉલ્લેખનીય છે કે સચિન પાયલટ જૂથના ધારાસભ્યોએ સ્પીકરની નોટિસ વિરુદ્ધ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ગત સુનાવણી દરમિયાન કોર્ટે રાજસ્થાન સ્પીકરના બળવાખોરો વિરુદ્ધ કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ સ્પીકરે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જો કે સુપ્રીમમાંથી પણ સુનાવણી ટાળવા માટે મનાઇ કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં શું થયું ?

  • 14 જુલાઈઃ સ્પીકરે સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને અયોગ્યતાની નોટિસ મોકલી અને 17 જુલાઈએ બપોરે 1.30 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો.
  • 16 જુલાઈઃ નોટિસની વિરુદ્ધ પાયલટ સહિત 19 ધારાસભ્યોને અયોગ્યતાની નોટિસ મોકલી અને 17 જુલાઈ બપોરે 1.30 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો.
  • 17 જુલાઈઃ હાઈકોર્ટની સિંગલ બેન્ચે સુનાવણી કરી અને મામલો બે જજોની બેન્ચમાં મોકલ્યો. આ બેન્ચે 18 જુલાઈ સુધી સુનાવણી નક્કી કરી.
  • 18 જુલાઈઃ અગામી સુનાવણી 20 જુલાઈએ નક્કી કરવામાં આવી અને સ્પીકરને કહ્યું કે તે 21 જુલાઈ સુધી નોટિસ પર કાર્યવાહી ન કરે. સ્પીકરે પણ તેનું પાલન કરતા કાર્યવાહી ટાળી.
  • 20 જુલાઈઃ હાઈકોર્ટે દલીલ પુરી ન થવાને કારણે કહ્યું- 21 જુલાઈએ પણ સુનાવણી થશે.
  • 21 જુલાઈઃ હાઈકોર્ટે ફરી મામલાને સાંભળ્યો અને ચુકાદાને 24 જુલાઈ માટે સુરક્ષિત રાખ્યો. સ્પીકરને પણ ત્યાં સુધી કોઈ નિર્ણય ન કરવા માટે કહ્યું.
  • 22 જુલાઈઃ સ્પીકર સીપી જોશીએ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી. સચિન ગ્રુપે પણ કેવિએટ દાખલ કરી.
  • 23 જુલાઈઃ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. તેમાં તેમણે રાજસ્થાન હાઈકોર્ટની સુનાવણી રોકવાથી ઈન્કાર કર્યો હતો.

 54 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર