Rajasthan Budget 2020 : ભાર વિનાનું ભણતર ! શનિવારે મનાવવામાં આવશે ‘ નો બેગ ડે ‘

  • ગેહલોટ સરકારનો મોટો નિર્ણંય
  • સરકારી સ્કૂલોમાં શનિવારે ‘ નો બેગ ડે ‘
  • બજેટમાં લેવાયો મહત્વનો નિર્ણય

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે 20 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2020-21 માટે વિધાનસભામાં બજેટ રજૂ કર્યુ છે. જેમાં ગેહલોત સરકાર દ્વારા સ્વાસ્થ્ય, શિક્ષણ, કૃષિ, તેમજ રોજગારને લઇ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. સાથે જ બજેટમાં વિદ્યાર્થીઓ અને યુવાઓનું ખાસ ધ્યાન રાખ્યું છે.

મુખ્યમંત્રી ગેહલોતે ભણતરના બોજ નીચે દબાયેલા બાળકોને આ વખતના બજેટમાં મોટી રાહત આપતા સ્કૂલોમાં શનિવારે નો બેગ ડેની જાહેરાત કરી છે. શનિવારે સ્કૂલોમાં ભણવાને બદલે ઈત્તર પ્રવૃત્તિઓ થશે. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ પોતાના બજેટમાં વિદ્યાર્થીઓ અને યુવાઓ માટે અન્ય ઘણી જાહેરાતો પણ કરી છે.

મુખ્યમંત્રી ગેહલોતે નાનપણથી મૂક-બધિર બાળકોની સારવાર માટે નવી જાહેરાત કરતા કહ્યું હતું કે, અત્યાર સુધી 899 બાળકોને તેને માટે સહાયતા આપવામાં આવી ચુકી છે. તેને માટે હવે નાનપણથી જ પ્રારંભિક અવસ્થામાં જ હિયરિંગ સ્ક્રીનની અનિવાર્યતાને નીતિ બનાવીને લાગૂ કરીશું. 50 હજાર યુવાઓને સ્વરોજગાર માટે તૈયાર કરવામાં આવશે. 41 કરોડ 60 લાખના ખર્ચે અલ્પસંખ્યક બાળકો માટે હોસ્ટેલ બનાવવામાં આવશે.

 9 ,  1