CSK સામે RRનો ચાર વિકેટે પરાજય, ધોની 100 મેચ જીતનાર પ્રથમ કેપ્ટ્ન

આઇપીએલની લીગ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને તેના ઘરઆંગણે ચાર વિકેટે પરાજય આપ્યો હતો. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 151 રન કર્યા હતા. જવાબમાં ચેન્નાઇએ 4 વિકેટે મેચ જીતી હતી, સેન્ટનરે છેલ્લા બોલે ત્રણ રનની જરૂર હતી ત્યારે સ્ટોક્સના બોલમાં સિક્સ ફટકારી હતી.

ચેન્નાઇ માટે એમએસ ધોનીએ 58 અને અંબાતી રાયુડુએ 57 રન કર્યા હતા. છેલ્લી ઓવરના ચોથા બોલે વિવાદ થયો હતો. અમ્પાયરે એક સમયે નો-બોલ જાહેર કર્યા બાદ તેને પાછો ખેંચી લીધો હતો. આ કારણથી ધોનીએ અમ્પાયર્સ સાથે બોલાચાલી પણ થઇ હતી.

ચેન્નાઇ આ જીત સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે વધુ મજબૂત થઇ ગયું છે, તેમણે 7માંથી 6 મેચ જીતતા 12 પોઇન્ટ ધરાવે છે. જયારે રોયલ્સની ટીમની આ છઠી મેચમાં પાંચમી હાર હતી.

 93 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી