કિંગ્સ ઇલેવન પંજાબની જીત સાથે શરુઆત, રાજસ્થાનને 14 રને હરાવ્યું

ક્રિસ ગેઇલના 79 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબો આઇપીએલ-12માં રાજસ્થાન રોયલ્સ સામે 14 રને વિજય મેળવ્યો હતો. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 184 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 9 વિકેટે 170 રન બનાવી શક્યું હતું.

અજિંક્ય રહાણે(27) અને જોસ બટલર(69) ટીમને મજબૂત શરૂઆત આપી હતી. ત્યાર બાદ સંજુ સેમસન(30) અને સ્ટીવ સ્મિથ(20) બનાવી આઉટ થયા હતા. પરંતુ તેના પછી રાજસ્થાન રોયલ્સનો એક પણ ખેલાડી બમણાં આંકડા સુધી પહોંચી શક્યો નહોતો.

બેન સ્ટોક(6), રાહુલ ત્રિપાઠી(1), કૃષ્ણપ્પા ગૌતમ(3), જોફરા આર્ચર(2), જયદેવ ઉનાદકટ(1), શ્રેયસ ગોપાલ(1) અને ધવલ કુલકર્ણી(5) બનાવ્યા હતા. આ સાથે રાજસ્થાન 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર માત્ર 170 રન બનાવી શકે અને મેચ હારી ગઈ.

કિંગ્સ ઇલેવન પંજાબ માટે મુજિબ ઉર રહેમાન, અંકિત રાજપૂત અને સેમ કરને 2-2 વિકેટ લીધી હતી. જ્યારે કપ્તાન રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી હતી.

 91 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી