ફેમિના મિસ ઇન્ડિયા 2019 નો તાજ રાજસ્થાનની સુમન રાવ માથે સજાવામાં આવ્યો છે. 22 વર્ષીય સુમન રાવને મિસ ઈન્ડિયા 2018ની વિનર અનુકૃતિ દાસે તાજ પહેરાવ્યો હતો. ફેમિના મિસ ઈન્ડિયા 2019 હરિફાઈમાં કુલ 30 પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો.
મુંબઇના સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમમાં આયોજીત મિસ ઇન્ડિયા કોમ્પિટિશનમાં એક્ટ્રેસ હુમા કુરૈશી, ચિત્રાગંદા સિંહ, રેમો ડિસૂજા, વિક્કી કૌશલ અને આયુષ શર્મા, મિસ વર્લ્ડ 2018 વેનેસા પોંસે, શહાને પિકૉક, મુકેશ છાબરા હાજર રહ્યા. સુમન રાવને મિસ ઇન્ડિયા 2018ની વિનર અનુકૃતિ દાસે તાજ પહેરાવ્યો.
View this post on InstagramA post shared by www.beautypageants.in (@missindiaorg) on
સુમને ચાર્ડેટ અકાઉન્ટનો અભ્યાસ કર્યો છે. તેમનું કહેવું છે કે તે એવી વસ્તુઓ કરવામાં હિમંત રાખે છે કે જેને લોકો અનિશ્ચિત માને છે. મિસ ઈન્ડિયા ખિતાબ જીતનારી સુમન કહે છે કે તેના માટે આ સૌથી મોટી ઉપલબ્ધિ છે. મિસ ઇન્ડિયા 2019 ના તાજ જીતનારી સુમન કહે છે કે આ તેના માટે સૌથી મોટી સિદ્ધિ છે. શું તમે જાણો છો કે મિસ ઇન્ડિયા સુમન વર્ષ 2018 ના પ્રથમ રનર અપ રહી હતી.
10 , 1