રાજદીપ સરદેસાઈ ઈન્ડિયા ટુડે ટીવીમાંથી બે સપ્તાહ માટે સસ્પેન્ડ

ખેડૂત આંદોલન અંગે ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ

દિલ્હીમાં પ્રજાસત્તાકપર્વ પર ખેડૂત આંદોલન દરમિયાન હિંસા ભડકાવવાના આરોપ પર કોંગ્રેસ નેતા શશિ થરૂર, ન્યૂઝ એંકર રાજદીપ સરદેસાઈ સહિત સાત લોકો વિરુદ્ધ કેસ નોંધાયા છે. નોઈડા સેક્ટર 20 ના પોલીસ સ્ટેશનમાં આ લોકો પર ફરિયાદ નોંધાઈ છે. અભિજીત મિશ્રા નામના એક શખ્સે આપેલી ફરિયાદના આધારે આ લોકો પર એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં કહેવાયુ છે કે, આ નામવાળા લોકોએ 26 મી જાન્યુઆરીના રોજ ખોટી પોસ્ટ કરીને દેશમાં રમખાણો અને હિંસા ફેલાવાનું ષડયંત્ર કર્યુ છે.

પત્રકાર રાજદીપ સરદેસાઈને ટીવી ટુડે ગૂ્રપ દ્વારા બે સપ્તાહ સુધી ઈન્ડિયા ટુડે પર ઓનલાઈન આવવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. સરદેસાઈ ઘણા વર્ષોથી પત્રકારત્વમાં છે, પરંતુ દિલ્હીના ખેડૂત આંદોલન અંગે તેમણે ફેક ન્યુઝ ટ્વિટ કરીને પોતાની અપરિપક્વતાના દર્શન કરાવ્યા હતા.

સરદેસાઈએ ટ્વિટ કરી હતી કે ખેડૂત આંદોલનમાં ખેડૂતનું મોત પોલીસ ગોળીથી થયું છે, જ્યારે કે મોત ટ્રેકટર પલટી ખાવાથી થયું હતું. રાજદીપ સરદેસાઈએ આ સમાચાર કોઈ પ્રકારની ખાતરી કર્યા વગર કે આધાર પુરાવા વગર લખ્યા હતા. તેના કારણે ટીવી ટુડે ગૂ્રપની પ્રતિષ્ઠા ખરડાઈ હતી. માટે ટીવી ટુડે  ગૂ્રપના સર્વેસર્વા અરૂણ પુરીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈને સરદેસાઈને સજા કરી હતી.

સાથે સાથે તેમનો એક મહિનાનો પગાર અટકાવાયો હોવાનો અહેવાલ પણ સમાચાર પોર્ટલ ધ પ્રિન્ટે આપ્યો હતો. તો બીજી તરફ બેંગાલુરૂમાં પણ રાજદીપ સરદેસાઈ સામે એફઆરઆઈ પણ નોંધાઈ હતી. સરદેસાઈએ શીખાઉ પત્રકારની માફક સમાચાર ઉતાવળે રજૂ કરવા માટે ફેક ન્યુઝ ટ્વિટ કર્યા હતા બાદમાં વિવાદ થતાં ટ્વિટ ડિલિટ કરી હતી.

સરદેસાઈએ વિડીયોમાં એમ પણ કહ્યું હતું કે ગોળી મારી એ મેં મારી નજરે જોયું છે. ટ્રેકટર પલટી મારી ગયુ હોવાનો વિડીયો દિલ્હી પોલીસે રજૂ કર્યો હતો. પોસ્ટ મોર્ટમમાં પણ ખેડૂત પર ગોળીબાર થયાના પુરાવા મળ્યા ન હતા, કેમ કે હકીકતમાં ગોળી ચલાવાઈ જ ન હતી. ટીવી ટુડેએ કાર્યવાહી કરતાં સરદેસાઈએ રાજીનામું આપ્યાના અહેવાલો પણ વહેતા થયા હતા.

 70 ,  1