વિધાનસભા અધ્યક્ષપદેથી રાજેન્દ્ર ત્રિવેદીનું રાજીનામું..!

નવી સરકારના નવા મંત્રીઓની સાથે અધ્યક્ષ પદ બાદમાં નક્કી કરવામાં આવશે.

ગુજરાતના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે. કેમ કે આજે ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી ટીમની જાહેરાત થવાની છે. ધારાસભ્યો આજે શપથ લઈ શકે છે. જો કે આ આખો કાર્યક્રમ ગત રોજ થવાનો હતો, પણ સિનિયર નેતાઓની નારાજગીના કારણે આ કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. જે હવે આજે બપોરે આ શપથગ્રહણ સમારંભ યોજાશે.

ત્યારે હવે એક મોટી અપડેટ આવી રહી છે તે પ્રમાણે જોઈએ તો, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપી દીધું છે. નવી સરકારના નવા મંત્રીઓની સાથે અધ્યક્ષ પદ બાદમાં નક્કી કરવામાં આવશે. હાલ તો ગુજરાતના ધારાસભ્યોને ફોન કરીને શપથગ્રહણમાં હાજર રહેવા માટે ફોન કરવાના શરૂ થઈ ગયા છે.

આજે મંત્રીમંડળની જાહેરાત સાથે બપોરે 1:30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે હવે ધારાસભ્યોને મંત્રીપદ માટે ફોન આવવાના શરૂ થયા છે.

આ ધારાસભ્યોને ફોન આવઇ ગયા હોવાથી તેમનું મંત્રીપદ માટે સ્થાન નિશ્ચિત હોવાનું માનવામાં આવી રહ્યું છે: 

 1. હર્ષ સંઘવી, MLA, મજૂરા 
 2. નરેશ પટેલ, MLA, ગણદેવી 
 3. કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી 
 4. અરવિંદ રૈયાણી, MLA,  રાજકોટ દક્ષિણ 
 5. કનુ દેસાઇ, MLA, પારડી 
 6. ઋષિકેશ પટેલ,MLA,  વિસનગર
 7. બ્રિજેશ મેરજા, MLA, મોરબી 
 8. કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ 
 9. મુકેશ પટેલ, MLA, ઓલપાડ 
 10. આર.સી મકવાણાં, MLA, મહુવા 
 11. જીતુ ચૌધરી, MLA,  કપરાડા 
 12. રાઘવજી પટેલ,MLA,  જામનગર ગ્રામ્ય 
 13. જીતુ વાઘાણી, MLA,  ભાવનગર 
 14. મનીષા વકીલ, MLA,  વડોદરા શહેર 
 15. દેવાભાઇ માલમ, MLA,  કેશોદ 
 16. જેવી કાકડીયા, MLA,  ધારી 
 17. જગદીશ પંચાલ, MLA,  નિકોલ 
 18. ગજેન્દ્ર સિંહ પરમાર,MLA,  પ્રાંતીજ
 19. પ્રદિપ પરમાર, MLA, અસારવા
 20. નિમિષા સુથાર, MLA, મોરવાહડફ
 21. નિમાબેન આચાર્ય, MLA ભુજ
 22. રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા
 23. કુબેર ડિંડોર, MLA, સંતરામપુર

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી