રજનીકાંતને ઓવૈસીનો વળતો સવાલઃ શું દેશમાં મહાભારત કરાવવા માંગો છો?

એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે તમિલ સુપરસ્ટાર રજનીકાંત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે તમિલનાડુંના એક કલાકારે(રજનીકાંત) જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને કૃષ્ણ-અર્જુનની જોડી ગણાવી હતી. હું એમ પૂછવા માંગુ છું કે તો પછી આ હાલતમાં પાંડવ અને કૌરવ કોણ છે? શું તમે દેશમાં બીજું મહાભારત કરવા માંગો છો?

ઓવૈસીએ કહ્યું હું જાણું છું કે ભાજપ સરકારને માત્ર કાશ્મીરની જમીન સાથે પ્યાર છે, કાશ્મીરીઓ સાથે નહિ. ભાજપને યાદ કરાવવા માંગુ છું કે કઈ પણ હમેશા માટે રહેશે નહિ. સરકારે કાશ્મીરમાં તમામ પ્રતિબંધો હટાવી લેવા જોઈએ. ફોન લાઈનોને શાં માટે ચાલું કરવામાં આવી રહી નથી ? જો કાશ્મીરના લોકો ખુબ જ ખુશ હોય તો તેમને ઘરોમાંથી બહાર આવવા દેવામાં આવે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી