અહીં સટ્ટાના આંકડા મળે પણ કોરોના મોતના આંકડા…? જા ભઈ જા બ્લૉક

રાજીવ ગુપ્તા શહેરના લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે : ઈમરાન ખેડાવાલા

રાજીવ ગુપ્તાએ મોતના આંકડાનો જવાબ આપવાને બદલે ધારાસભ્યને કર્યા બ્લોક

ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તહેવારો બાદ રાજ્યમાં સંક્રમણ હદ પાર વધી રહ્યું છે. દરોજ 1500ની આસપાસ કેસો નોધાઇ રહ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા મોતના આંકડા સોંપવામાં આવી રહ્યા હોય તેમજ હોસ્પિટલો ફૂલ થઇ ગઇ હોવાના દાવો ક્યાંક મીડિયામાં તો કયાંક સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. જોકે સરકારે દાવો કર્યો છે કે પરિસ્થિતિ કાબૂમાં છે અને કોરોના સામે સજાગ છે.

ત્યારે આ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા આઈએએસ રાજીવ ગુપ્તા સામે તીખા સવાલ કર્યા છે. મોતના આંકડા વિશે માહિતી પૂછતા અધિકારીએ ધારાસભ્યને બ્લોક કરી દીધા..

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આઈએએસ રાજીવ ગુપ્તા પર ગંભીર આરોપ લગાવતા એક ટ્વિટ કરી હતી. જેમાં તેમણ જણાવ્યું હતુ કે, રાજીવ ગુપ્તા શહેરના લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. સરકાર દ્વારા સતત મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાથી લોકોના મોત થઈ રહ્યા છે. સરકાર દ્વારા સતત મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના અધિક સચિવ રાજીવ ગુપ્તાએ જવાબ આપવાને બદલે ટ્વિટર પર ઈમરાન ખેડાવાના બ્લોક કર્યા છે.

ઇમરાન ખેડાવાલાએ ટ્વિટ કરીને સવાલ કરતા જણાવ્યું હતું કે “અમદાવાદમાં કોરોના સંક્ર્મણ વધી રહ્યું છે, મોતના આંકડાઓ સતત વધી રહ્યા છે, મારો આક્ષેપ છે કે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ પોઝિટિવ કેસ અને મોતના આંકડા છુપાવે છે. @drrajivguptaias સાહેબ શહેરની જનતાને મોતના મોઢામાં ન નાખો અને સાચું બોલો તેવી અપેક્ષા.. @Nitinbhai_Patel @vijayrupanibjp. જેથી ધારાસભ્ય અને કોર્પોરેટર ઈમરાન ખેડાવાલાને રાજીવ ગુપ્તાએ ટ્વિટર પર બ્લોક કર્યા છે.

અમદાવાદ શહેરમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. જેથી તંત્રની ચિંતામાં વધારો થયો છે.  કોરોનાના વધતા કેસના કારણે બારસો બેડની હોસ્પિટલમાં અમ્બ્યુલન્સની અવર-જવર સતત વધી છે. સબસલામતના દાવા વચ્ચે સુરતથી 30 જેટલા વેન્ટિલેટર અમદાવાદ મોકલવામાં આવ્યા છે.  આ ઉપરાંત 986 કિલોલીટરની બે ઓક્સિજન ટેન્ક પણ અમદાવાદ મોકલાઈ છે. ડોકટર્સની ટીમને પણ ડેપ્યુટશન ઉપર અમદાવાદ મોકલાઈ છે.

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ અને મોત અંગે સવાલ ઉઠાવ્યા છે. ત્યારે રાજ્યના અધિક સચિવ રાજીવ ગુપ્તાએ ટ્વિટર પર ઈમરાન ખેડાવાના બ્લોક કર્યા.

તો આ તરફ ગાંધીનગરમાં પણ કોરોનાથી મૃત્યુના આંકડા છુપાવાતા હોવાનો ખુલાસો થયો છે જેમાં છેલ્લા 10 દિવસમાં 118 લોકોના કોરોનાથી મોત થયા હોવાનું માલૂમ પડ્યું છે. જ્યારે સરકારી ચોપડે સરકારી ચોપડે માત્ર 2 જ મોત નોંધાયા છે.

બે દિવસ પહેલા ગાંધીનગરના સેકટર 30ના સ્મશાન ગૃહમાં 118 ડેડબોડીને અગ્નિદાહ અપાયો હોવાની માહિતી મળી છે. સ્મશાન ગૃહના ચોપડે 10 દિવસમાં 118 લોકોના મોત થયા છે કારણ કે 16 નવેમ્બરથી 25 નવેમ્બર સુધીમાં સ્મશાનગૃહમાં 118 લોકોને અગ્નિદાહ  અપાયાનો રેકોર્ડ ઉપલબ્ધ છે. બીજી બાજુ સરકાર ચોપડે આ 10 દિવસ દરમ્યાન માત્ર 2 જ મોત નોંધાયા છે.

 102 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર