ઝેરી જુવાર ખાવાથી 16 નીલગાયોનાં મોત

પશુઓ ઝેરી ખોરાક ખાઇને મોટી સંખ્યામાં મોતને ભેટતા હોવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ત્યારે એક આવી જ ઘટના ગોંડલ તાલુકાના બાંદરા ગામમાં બની છે. રાજકોટના ગોંડલ તાલુકાના બાંદરા ગામથી ગોમટા ગામ વચ્ચે 16 જેટલી નીલગાયોએ ઝેરી જુવાર ખાઇ લેતા મોત નિપજ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે ગોંડલના બાંદરા ગામ પાસે 11 માદા અને 5 નર નીલગાય મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેના પગલે વનવિભાગને જાણ કરતા વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસની તજવીજ હાથ ધર્યા બાદ નીલગાયોને પોસ્ટમોર્ટમ કરાવી તમામની દફનવિધિ કરી હતી.

તપાસ દરમ્યાન બહાર આવ્યું કે તમામ નીલગાયોના મોત ઝેરીજુવાર ખાવાથી નીપજ્યા છે. બાદમા વન વિભાગના અધિકારીઓએ નીલગાયોના વિશેરા લઇ વધુ તપાસ માટે એફએસએલને મોકલ્યા હતા.

 11 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર