ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ માઝા મુકી છે. ગરમીનો પારો 40ને પાર થઇ જતા લૂ વધવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં આ મહિનાના છેલ્લા દિવસોમાં ઉનાળો પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં મ્યૂનિસિપલ કમિશનરે યલો એલર્ટ જાહેર કર્યુ છે. બપોરે 1થી 5 કામ વિના ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. સાથે જ શહેરીજનોને વધુમાં વધુ પાણી અને લીંબુ સરબત પીવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે, 40થી 42 ડિગ્રી તાપમાન હોય તો યલો એલર્ટ, 42થી 44 ડિગ્રી તાપમાન હોય તો ઓરેન્જ એલર્ટ અને 45થી વધુ ડિગ્રી તાપમાન હોય તો રેડ એલર્ટ જાહેર કરાતું હોય છે.
મહત્વનું છે કે, અમદાવાદમાં પારો 42 ડીગ્રી સુધી પહોંચી ગયો છે. સાથો સાથ રાજ્યના 10 જેટલા શહેરોમાં પારો 38 ડીગ્રી સુધી પહોંચી જતાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. બપોરે 2થી 4 આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે.
લોકો અત્યારથી જ આ આગ ઝરતી ગરમીથી પરેશાન છે. આ સાથે જ અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
150 , 3