રાજકોટ : બળાત્કારના કેસમાં અંદર કરી દેવાની કોન્સ્ટેબલે આપી ધમકી, યુવકે કર્યો આપઘાત

કોન્સ્ટેબલની ધમકીથી ડરીને યુવકે કર્યો હતો આપઘાત

સાળાની પત્ની સાથે સંબંધ બંધાતા કોન્સ્ટેબલે દુષ્કર્મના કેસમાં ફિટ કરી દેવાની આપી હતી ધમકી

રાજકોટ શહેરમાં એક મહિના પહેલા ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને આપઘાત કરી લેનાર યુવકના કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. યુવકે પોલીસ કોન્સ્ટેબલની ધમકીથી ડરીને આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોન્સ્ટેબલે મૃતક યુવકને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેના કારણે યુવકે ડરીને આ પગલું ભર્યું હોવાનું પૂરવાર થયું છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક યુવક આરોપી કોન્સ્ટેબલના સાળાની પત્નીના સંપર્કમાં હતો. આ વાતને લઈને કોન્સ્ટેબલે યુવકને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગત મુજબ, એક મહિના પહેલા ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પી આત્મહત્યા કરવાના મામલે એ ડિવિઝન પોલીસે રાજકોટમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ  ભરત જીવણભાઈ સવસેટા સામે ફરિયાદ નોંધાવી છે. મૃતક વિક્રમ છગનભાઇ ખાંડેખાને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવા અને મારી નાખવા ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. જેથી યુવકને આત્મહત્યાની ફરજ પાડવાના ગુના બદલ ફરિયાદ નોંધાઈ છે. જો કે યુવકને પોલીસ કોન્સ્ટેબલ ધમકી આપતા હોવાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે.

સમગ્ર મામલે મૃતકના મોટાભાઈ વિજયભાઇ છગનભાઇ ખાંડેખાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના નાનાભાઇ વિક્રમ છગનભાઇ ખાંડેખા (ઉં.વ-34)ને આરોપીના સાળાની પત્ની સાથે મોબાઇલ ફોન પર અને સોશિયલ મીડિયાથી વાતચીત કરતા અને તેની સાથે સંબધ બંધાયો હતો.

આ સંબધ ન રાખવા જણાવ્યું હતું અને જો સબંધ રાખશે તો દુષ્કર્મના કેસમાં ફિટ કરાવી દઇશું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદીના નાનાભાઈએ ગત 19 ડિસેમ્બરે રાજકોટ ભાભા ગેસ્ટ હાઉસવાળી શેરીમા અશ્વીન ગેસ્ટ હાઉસમાં રૂમમા ઝેરી દવા પી આપઘાત કરી લીધી હતો.

 28 ,  1