September 22, 2020
September 22, 2020

રાજકોટમાં ભાજપને ઝટકો..! કોર્પોરેટર સહિત 20 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા

હાર્દિક પટેલનો દાવો: 15 દિવસમાં ભાજપના વધુ સભ્યો કોંગ્રેસમાં જોડાશે

રાજકોટ મનપાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો આવ્યો છે. રાજકોટ વોર્ડ-5ના કોર્પોરેટર દક્ષાબેન ભેંસણીયા કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે સૌરાષ્ટ્ર APMCના વેપારી મંડળના પ્રમુખ અતુલ કમાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે. એટલું જ નહીં ABVPના 9 હોદ્દેદારો સહિત 20 કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના નેતા જીતેન્દ્રભાઈ રૈયાણી પણ કોંગ્રેસમાં જોડાતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

કોર્પોરેટરના દક્ષાબેન ભેસાણિયા હાર્દિક પટેલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ સાથે ABVP અને યુવા ભાજપના 20 હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયાથી ભાજપમાં સનસનાટી વ્યાપી ગઈ છે. ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે તાજેતરમાં જ રાજકોટની મુલાકાતમાં સ્થાનિક આગેવાનો સાથે મીટિંગ કરી હતી, પણ લાગે છે કે, પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસ ભાજપમાં ડેમેજ કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે. 

ત્યારે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજકોટમાં હજુ પણ ભાજપના 5 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાશે.રાજકોટ મહાનગર પાલિકા ચૂંટણી પહેલા સુષ્ત પડેલી રાજનીતિમાં એકાએક રાજકીય ગરમાવો આવ્યો છે.

રાજકોટ ભાજપના ઘણા કાર્યકરો-નેતાઓ પક્ષથી નારાજ છે. કોરોનાની મહામારીને લીધે મુખ્ય આગેવાનો જ જોડાયા છે. ભાજપના મોટાભાગના કાર્યકરો કોંગ્રેસમાં જોડાવાના છે.

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર