રાજકોટ ખાતે ચાલી રહેલા લોકમેળામાં આવતાં લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી મનપાની ટીમે ચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન બિન આરોગ્યપ્રદ સામગ્રીનો નાશ કરાયો હતો.
ફૂડ શાખાની ટીમમાં દ્વારા મલ્હાર લોકમેળામાં તપાસ દરમ્યાન કુલ 47 કિલો સડેલા બાફેલા બટેટા, કુલ્ફી બનાવવા માટે વપરાતા દૂધમાં કલર તથા જીવાત મળતાં 80 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો આ ઉપરાંત, ઢોકળામાં પ્રતિબંધિત પીળો કલરના ઉપયોગ થતો હોય તેવા 21 કિલોગ્રામ આથાનો નાશ કર્યો, ફરાળી ચિપ્સમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોય તેથી 40 કિલો ચિપ્સ તથા લોટનો નાશ કર્યો છે, 45 કિલો કાપેલા ફળ જે બિન આરોગ્યપ્રદ હોય તેનો નાશ કર્યો, બરફના ગોલા વાળાને ત્યાંથી 108 કિલો બિન આરોગ્યપ્રદ બરફ તથા વાસી ટૂટીફુટીનો નાશ અને મેળામાં ફેરીયાઓ જે તમાંકુ વેચાતા હતા તે જપ્ત કર્યું છે
54 , 1