રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવળાની ગાંધીનગર કોર્પોરેશનના ડે. કમિશ્નર પદે બદલી

રાજ્યના અન્ય ચાર નાયબ અધિકારીઓની પણ બદલી થઈ

રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવળાની ગાંધીનગર કોર્પોરેશનના ડે. કમિશ્નર પદે બદલી કરાઈ છે. રાજ્યના અન્ય ચાર નાયબ અધિકારીઓની પણ બદલી થઈ છે.

બદલીના આદેશ મુજબ અમદાવાદના નાયબ કલેક્ટર (બિન ખેતી) ભરતકુમાર પટેલ, ડીસાના પ્રાંત અધિકારી હિરેનકુમાર પટેલ, ગાંધીનગરના નાયબ કલેકટર (સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર) જિજ્ઞાસા વેગડા, ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના નાયબ નિયામક કલ્પના ગઢવીને પ્રી-સ્ક્રુટીની ઓફિસર તરીકે મહેસુલ કચેરી ગાંધીનગર ખાતે મુકાયા છે.

 88 ,  1