વડોદરા બાદ હવે રાજકોટમાં પણ ભારે વરસાદ, જળબંબાકાર જેવો માહોલ સર્જાયો

વડોદરામાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ હવે રાજકોટને ધમરોળ્યું છે. રાજકોટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો ગોંડલમાં સવારથી 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજકોટમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાજકોટમાં લક્ષ્મીપુરા ગરનાળા, યાજ્ઞિક રોડ, રેસકોર્સ સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

રાજકોટમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં આવેલા માલવિયા કોલેજ પાસેના વિસ્તારમાં રસ્તા પર બે ફૂટ જેટલુ પાણી ભરાયું છે. તો શહેરના અન્ય વિસ્તાર જેવા કે યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે. તો અહીં આવેલી આજી નદી બે કાંઠે વહી રહી છે. આ સીઝનમાં મેઘરાજાની બીજીવાર રાજકોટને ધણરોળી રહ્યાં છે. આ પહેલા એજ રાતમાં અહીં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

150 ફૂટ રિંગ રોડ પર ભારે વરસાદનાં પગલે ઠેર-ઠેર ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. રૈયા ચોકડીથી ઈન્દિરાસ સર્કલ સુધી ટ્રાફિકની લાંબી લાઈનો લાગી છે. આ સાથે જ મવડી ચોકમાં વધારે પાણી ભરાતાં કાર પાણીમાં ફસાઈ હતી. આ સાથે જ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 33 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી