September 28, 2020
September 28, 2020

દિકરીની હત્યા કર્યા બાદ ભાંગી પડ્યો બાપ, આખી રાત લોકઅપમાં યાદ કરી રડતો રહ્યો..

‘રોજના માત્ર 400થી 500 રૂપિયા કમાતો છતાં હું મારી એકની એક વહાલસોયી દીકરીની તમામ માગણીઓ પૂર્ણ કરતો…’

રાજકોટ શહેરમાં ગઇકાલે ખૂદ બાપે બેટીને મોતને ઘાટ ઉતારી દીધી છે. બેટી મુસ્લિમ યુવક સાથે લગ્નની જીદ કરતા આવેશમાં આવી પિતાએ લાકડાનો ફટકો મારી દીકરીની હત્યા કરી દીધી હતી. ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા હત્યારા પિતાની ધરપકડ કરવામાં આવી છે. 

શહેરના ગ્રાંધીગ્રામ શાહનગર-4 ખાતે રહેતા ગોપાલભાઈ નકુમે તેની સગી દીકરી ઇલા નકુમને માથામાં લાકડાનો ધોકો ફટકારી દીધો હતો. પુત્રી ઇલા નકુમને પાડોશમાં રહેતા વિધર્મી યુવાન સાથે પ્રેમ સંબધ બંધાયો હતો. જે પિતા ગોપાલ ભાઇને મંજૂર ન હતો. પુત્રી અવાર-નવાર આ યુવક સાથે રહેવા જવાની જીદ કરી હતી. આથી પિતાએ આવેશમાં આવીને પુત્રીના માથામાં લાકડાનો ફટકો મારી દીધો હતો. જે બાદમાં યુવતીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં યુવતીએ દમ તોડી દીધો હતો.

આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ફરાર ગોપાલની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં ઈલાને પાડોશમાં રહેતા મસ્લિમ યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો. આથી તેની સાથે લગ્ન કરવાની ઈલાએ જીદ પકડતા પિતાને માથામાં કપડા ધોવાનો ધોકો ફટકારી દીધો હતો.

ધરપકડ બાદ હત્યાના આરોપી એવા પિતા ગોપાલ નકુમ પોલીસ ઇન્સ્પેક્ટર વાળા પાસે ફૂટી ફૂટીને રડ્યા હતા. આખી રાત આરોપી પિતા ધોકોને યાદ કરી રડતો હર્યો હતો. અફસોસ કરતા હૈયાફાટ રૂદન કરતા બાપે પોલીસને જણાવ્યું હતું કે, ‘હું રોજના માત્ર 400થી 500 રૂપિયા કમાઉ છું તેમ છતાં હું મારી એકની એક વહાલસોયી દીકરી ની તમામ માગણીઓ પૂર્ણ કરતો હતો તેની એકટીવા ની માગણી હોય કે પછી મોંઘા એન્ડ્રોઇડ ફોન ની માગણી હોય અમે તમામ માગણી પૂરી કરી છે. મને એમ હતું કે મારી દીકરી મારા ઘડપણની લાકડી બનશે મારા ઘડપણનો સહારો બનશે…

ગોપાલ નકુમને પોતાના હાથે પોતાની જ દીકરીની હત્યા થયાનો અફસોસ એટલો હતો કે તેને પોલીસ સ્ટેશનમાં રાત્રે જમવાનું પણ ટાળ્યું હતું તો આખી રાત માત્રને માત્ર પોતાની દીકરીને યાદ કરતો કરતો રડતો રહ્યો હતો.

 344 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર