રાજકોટ : ચાર શખ્સોએ ચાકુના ઘા મારી તરુણની કરી હત્યા

થોરાળા પોલીસે 2 લોકોની કરી અટકાયત, અન્ય બે ફરાર

રાજકોટના ભાવનગર રોડ પર 16 વર્ષના તરૂણની છરીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી છે. હત્યાની જાણ થતાની સાથે થોરાળા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી. આ મામલે 2 લોકોની અટકાયત કરવામાં આવી છે.

શહેરના ચુનારાવાડ, ટ્રેક્ટર ચોકમાં બુધવારે બપોરે સરાજાહેર ભગવતીપરા, સુખસાગર સોસાયટીમાં રહેતા આયુષ પ્રકાશભાઇ બારૈયા નામના 16 વર્ષના તરુણની ચાર શખ્સે છરીના ચાર ઘા ઝીંકી હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, બે દિવસ પૂર્વે મોબાઇલ લેતી દેતી મામલે બબાલ થઇ હતી. જેના સમાધાન માટે બોલાવી બાદમાં આદિત્ય ગોરી, પ્રશાંત વાઘેલા, કેવલ સહિત શખ્સો છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે આયુષનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસમોટર્મ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તપાસ તજવીજ હાથ ધરી છે.

તરુણની હત્યા કરનાર ચાર આરોપી પૈકી બેને પોલીસે સકંજામાં લીધા છે. જ્યારે અન્ય બે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ પકડાયા બાદ હત્યાનું સાચું કારણ બહાર આવશે.

 25 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર