રાજકોટમાં હોમિયોપેથિક કોલેજમાં વિદ્યાર્થિની છેડતી મામલે હોબાળો

રાજ્યમાં જાણે કાયદાનો કોઇ ડર ના હોય તેમ દિવસને દિવસે દુષ્કર્મ અને છેડતીના બનાવો વધી રહ્યા છે. હવે તો છેડતી અને દુષ્કર્મના કેસો કોલેજો અને હોસ્પિટલોમાં પણ બનવા લાગ્યા છે. ત્યારે આજે વધુ એક કેસ રાજકોટમાં હોમિયોપેથિક કોલેજમાં બન્યો હતો. આ ઘટનાને પગલે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવીને કોલેજને માથે લીધી હતી.

મળતી વિગત મુજબ, રાજકોટની હોમિયોપેથિક કોલેજમાં એક પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજની બહાર એકઠા થઈને હલ્લાબોલ કર્યું હતું અને પ્રોફેસરને કોલેજમાંથી કાઢી મૂકવાની માંગ કરી હતી.

આ મામલે રાજકોટ પોલીસ પણ કોલેજમાં પહોંચી ગઈ હતી, અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

 106 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી