ASI-કોન્સ્ટેબલ આપઘાત કેસમાં નવો વળાંક, FSLનો રિપોર્ટમાં થયો ખુલાસો

રાજ્યમાં બહુચર્ચિત પોલીસ કોન્સ્ટેબલ અને ASI આપઘાત કેસમાં એક પછી એક નવા વળાંક આવી રહ્યાં છે. ફોરેન્સીક રિપોર્ટમાં એક નવો જ ખુલાસો થયો છે. આ રિપોર્ટ પ્રમાણે સૌપ્રથમ ખુશ્બુએ પહેલા કોન્સ્ટેબલ રવિરાજ પર ગોળી ચલાવી હતી, ત્યારબાદ પોતે આપઘાત કર્યો હતો.

રાજકોટમાં ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ મામલે ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ખુશ્બુએ રવિરાજ સિંહને 4 ફૂટ દૂરથી ગોળી મારી પોતે રવિરાજ સિંહનાં મૃતદેહનાં ખોળામાં માથું મુકી પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ખુશ્બુનાં હાથ અને કપડાં પરથી ગન પાવડર મળી આવ્યો છે. જ્યારે રવિરાજના હાથ કે કપડાં પરથી ગન પાવડર નથી મળ્યો.

ઘટનાસ્થળેથી નમૂના મેળવ્યા બાદ ફોરેન્સીક રિપોર્ટ તૈયાર કરાયો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રવિરાજ જે હાથે પિસ્ટલ ચલાવી શકે તેમ હતો તેની વિરુદ્ધ દિશામાં તેને ગોળી વાગી હતી, જ્યારે રવિના શરીરમાંથી મળેલી ગોળી પોઇન્ટ બ્લેન્ક ફાયરિંગ ન હતું. ફોરેન્સીક એક્સપર્ટનું માનવું છે કે રવિરાજના શરીરમાં થયેલી ઇજા અને ગોળીની ઝડપ 4થી 5 ફૂટના અંતરથી ફાયરિંગ થયું હોઇ શકે છે. આ વાતથી સ્પષ્ટ થાય છે કે રવિરાજે આપઘાત નથી કર્યો.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી